best news portal development company in india

હાલમાં આમોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા અ.હે.કો નારણ વસાવા ૭૫ હજારની લાંચ લેતા ઝડપાયા

SHARE:

– અરજદાર સામે જંબુસર પોલીસ મથકમાં અરજી થતા તપાસના કામે હેરાન ન કરવા માંગી હતી લાંચ
– અ.હે.કો નારાણ વસાવાએ જંબુસરમાં ફરજ પર હતા તે દરમ્યાન પ્રથમ ૭૦ હજાર અને બીજી વાર પતાવટના ૫ હજાર મળી કુલ ૭૫ હજારની લાંચ માંગી હતી
– ભરૂચ એસીબીના પીઆઈ પોતે ફરિયાદી બની કાર્યવાહી કરી
– અ.હે.કો નારણ વસાવા જંબુસર ખાતેની મોબાઈલ દુકાન અને મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં લાંચ લેતા રંગે હાથ ઝડયાપા
– ગુનાની તપાસ વડોદરા શહેર એસીબીના પીએસઆઈ એ જે ચૌહાણને સોંપાઈ
ભરૂચ,
ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા વર્ગ-૩ના સશસ્ત્ર પોલીસકર્મી નારણભાઈ ફતુભાઈ વસાવા સામે રૂ. ૭૫,૦૦૦ ની લાંચ માંગણીનો ગુનો નોંધાયો હતો.અરજદાર પ્રકરણની તપાસ દરમ્યાન આરોપીએ હેરાન ન કરે તે બદલ ગેરકાયદે લાભ સ્વરૂપે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.ફરીયાદી તરીકે એસીબી પોસ્ટે ભરૂચના પોલીસ ઈન્સ્પેક્ટર એમ.જે.શિંદે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી વિગતો મુજબ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે નારણભાઈ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરેતા હતા.તપાસ પ્રકરણમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાંમાં રાહત આપવા બદલ આરોપીએ પ્રથમ વાર રૂ.૭૦,૦૦૦ અને ત્યાર બાદ પતાવટ તરીકે રૂ.૫,૦૦૦ એમ કુલ રૂ. ૭૫,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.
લાંચની માંગણી જંબુસરના “ભાટીયા મોબાઈલ” દુકાન નજીક તેમજ મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં થયેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ સમગ્ર મામલે આરોપી દ્વારા લાંચ સ્વીકારવા અને અનુચિત લાભ મેળવવાના હેતુસર ગેરવર્તણૂક આચરાયાનું સ્પષ્ટ થાય છે.આ મામલે વડોદરા શહેર ACBના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જે.ચૌહાણ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.જ્યારે સમગ્ર કામગીરી ઈન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર.ચૌધરી એસીબી સુરત એકમના સુપરવિઝનમાં ચલાવવામાં આવી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!