આમોદ,
આમોદ રંગ અવધૂત મંદિરે આજ રોજ પૂજ્ય રંગ અવધૂત બાપાની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તથા તેમના જીવન ઉપર નિર્માણ થયેલી ફિલ્મના પોસ્ટરનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમોદમાં રંગ અવધૂત મહારાજની જન્મ જયંતિ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.રંગ અવધૂત પરિવાર દ્વારા સવારમા પ્રભાત ફેરી કરવામાં આવી હતી.ત્યાર બાદ સવારના સમયે મંદિરમાં ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.રંગ અવધૂત મહારાજાના જીવન ઉપર નિર્માણ થયેલી ફિલ્મના પોસ્ટરનું ગણપતિ મંદિરેથી વાજતે ગાજતે લાવી તેનું શહેર ભાજપ મહામંત્રી હિતેશભાઈ શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હિતેશભાઈ શાહે જણાવ્યું હતું કે રંગ અવધૂત બાપાના જીવન ઉપર બનેલી ફિલ્મ વધુમાં વધુ લોકો જુએ તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. બેચરભાઈ પટેલે જણાવ્યું હતું કે પહેલા નાટક દ્વારા બાપાના પ્રસંગોને લોકો સમક્ષ મુકાયા હતા.હવે ફિલ્મ દ્વારા લોકોને બતાવવામાં આવશે જેમાં તેઓ સફળ થાય તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.




