કે.વી.કે વઘઈ દ્વારા વિશ્વ જમીન દિવસની ઉજવણી કરવામાં આવી

SHARE:

વઘઈ,

આજરોજ ૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ સમગ્ર વિશ્વની અંદર જમીનની સ્વાસ્થ અને ફળદ્રુપતા જળવાઈ તે માટેની જાગૃતતા લાવવા વિશ્વ જમીન દિવસ ઉજવવામાં આવે છે.ડાંગ જીલ્લામાં આ ઉજવણીના ભાગરૂપે જીલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વઘઈ (ડાંગ) દ્વારા ૫ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ “વિશ્વ જમીન દિવસ” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના અધ્યક્ષ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.જે.બી.ડોબરિયા દ્વારા શરૂઆતમાં જમીનનું મહત્વ તેમજ જમીનનું ધોવાણ કઈ રીતે અટકાવી શકાય એ બાબતે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) ડો.પ્રતીક પી.જાવિયા દ્વારા જમીનની તંદુરસ્તી તેમજ જમીનમાં સેંદ્રિય પદાર્થ કઈ રીતે જાળવી રાખવો, તેના માટે ક્યાં ક્યાં ઉપાયો કરવા જોઈએ તેમજ જમીનની ફળદ્રુપતા જાળવવા માટે યોગ્ય પ્રમાણમાં ગુણવતા યુક્ત છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવા જણાવેલ હતું.આપડા તથા ગુજરાતનાં અન્ય જિલ્લામાં જમીન ચકાસણી કરવામાં આવે છે તેની જાણકારી પણ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતમાં વૈજ્ઞાનિકો તથા ડો.પી.પી.જાવિયા દ્વારા ખેડૂતોને માટીનો નમૂનો ખેતરમાથી કઈ રીતે લેવો તેનું પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું.જેથી ખેડૂતોને સરળતાથી સમજાય શકે.આ કાર્યક્રમમાં કુલ ૪૪ જેટલા ભાઈઓ-બહેનોએ રસપૂર્વક ભાગ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!