ભરૂચ,
ભરૂચ રેલ્વે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ૮.૫૯ લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
ભરૂચ રેલ્વે પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ
તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જેમાં ચોરી થયેલ સામાન મૂળ માલિકોને
૮.૫૯ લાખનો સામાન પરત કરવામાં આવ્યો હતો.જેમાં ૧૭ મોબાઈલ,ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.
ચોરી,લૂંટ અને ધાડના ગુનાઓમાં ગયેલ મુદ્દામાલ નાગરિકોને પરત મળી રહે તે માટે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત ભરૂચ રેલ્વે પોલીસ દ્વારા પણ આ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો ટ્રેનમાં મુસાફરી દરમ્યાન મુસાફરોના ચોરી થયેલા સામાન અને મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા.રેલ્વે પોલીસ દ્વારા ૩.૯ લાખની કિંમતના ૧૭ મોબાઈલ તેમજ રૂપિયા ૫.૫૦ લાખની કિંમતના ઘરેણા અને અન્ય સમાન મળી કુલ રૂપિયા ૮.૫૯ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો.જે કાર્યક્રમ પશ્ચિમ રેલવે સુરત વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એચ.ગોરની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.પોલીસ દ્વારા મેળવી અપાયેલ સામાન બદલ મુસાફરોએ આભાર વ્યક્ત કર્યો હતો.







