best news portal development company in india

આમોદના બોડકા નજીક ટાયર ફાટતા ટ્રક બસ સાથે અથડાતા ૪ થી ૫ મુસાફરો લોહી લુહાણ થતા સારવાર અર્થે ખસેડાયા

SHARE:

ભરૂચ,

​આમોદ તાલુકાના બોડકા ગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રક અને એસ.ટી બસ વચ્ચે થયેલી ટક્કરમાં ૪ થી ૫ મુસાફરો લોહી લુહાણ થયા હતા.આ ગમખ્વાર અકસ્માત પાછળનું કારણ ટ્રકનું ટાયર ફાટવું હોવાનું સામે આવ્યું છે.ટાયર ફાટતા જ ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.જેના પરિણામે ટ્રક સામેથી આવી રહેલી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતને પગલે હાઈવે પર મુસાફરોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા હતા.

અત્રે રાહતની વાત એ છે કે તમામ ઈજાગ્રસ્તો હાલ ભયમુક્ત છે.અકસ્માતની ગંભીરતા જોતા સ્થાનિક ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા.તેમણે હોસ્પિટલના તબીબો અને પોલીસ વહીવટીતંત્ર સાથે વાતચીત કરી ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટેની સૂચનાઓ આપી હતી.આમોદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને અકસ્માતને કારણે ખોરવાયેલા વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.હાઈવે પર બનેલી આ ઘટનાએ ફરી એકવાર વાહનોની જાળવણી અને સુરક્ષા અંગે ચર્ચાઓ જગાવી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!