ભરૂચ,
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા લોકોને ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજ અને ભરૂચ જીલ્લા કોંગ્રેસ દ્વારા મીણબત્તી લઈ શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લાના પહલગામથી માત્ર ૬ કિમી દૂર આવેલા પર્યટન સ્થળ બૈસરન ખીણમાં મંગળવારે આતંકવાદી હુમલો થયો હતો.હુમલા દરમ્યાન ખીણમાં હાજર લગભગ ૪૦ પ્રવાસીઓના જૂથ પર બે થી ત્રણ આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.જેમાં ૨૮ લોકોના મોત થયા છે.જ્યારે ૨૦ થી વધુ લોકો ઘાયલ થયા છે.આ હુમલો એવા સમયે થયો જ્યારે બૈસરન ખીણમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા.આતંકવાદીએ કરેલા ફાયરિંગમાં મૃતકોમાં યુપી,ગુજરાત,મહારાષ્ટ્ર, કર્ણાટક,તમિલનાડુ અને ઓડિશાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે.ત્યારે આ હુમલાને લઈને સમગ્ર દેશભરમાં હાહાકાર મચી છે.ત્યારે હુમલામાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ભરૂચ સમસ્ત મુસ્લિમ સમાજના અબ્દુલ કામઠીની આગેવાનીમાં જંબુસર બાયપાસ નજીક સલીમ અમદાવાદી સહિતના લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે બેનર અને પ્લેકાર્ડ લઈ લોકો જોડાયા હતા અને શ્રધ્ધાંજલી પાઠવી હુમલાની નિંદા કરી તેઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
તો બીજી તરફ ભરૂચ કોંગ્રેસ દ્વારા પણ રેલ્વે સ્ટેશન સ્થિત આવેલ ડૉ.બાબા સાહેબની પ્રતિમા નજીક જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની ઉપસ્થિતિમાં પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા,પ્રવક્તા નાઝુ ફડવાલા,કોંગી આગેવાન શેરખાન પઠાણ,યુથ પ્રમુખ શકીલ અકુજી,પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આગેવાનો અને કાર્યકરોએ પ્લેકાર્ડ અને મીણબત્તી સાથે કેન્ડલ માર્ચ કરી શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી હતી અને વિપક્ષ દેશ અને સરકાર સાથે છે અને દેશ વિરોધી કૃત્ય કરનાર આરોપીને ઝડપી પાડી સજા થાય તેવી માંગ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is