best news portal development company in india

એનટીપીસી ઝનોર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને ઉત્કર્ષ મેરીટ સ્કોરશિપનું વિતરણ કરવામાં આવ્યું

SHARE:

ભરૂચ,

કોર્પોરેટ સામાજિક ઉત્તરદાયીત્વ હેઠળ એનટીપીસી ઝનોર-ગંધાર દ્વારા એક ૧૦ અને ૧૨ના ધોરણના વિદ્યાર્થીઓની ઉત્કર્ષ મેરિટ સ્કૉલરશિપ પ્રદાન કરતો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામના મુખ્ય મેહમાન તરીકે એનટીપીસી ઝનોર પ્લાન્ટ ના જનરલ મેનેજર દીનેશકુમાર સિંઘ રૌટેલા રહ્યા હતા.આ અવસર પર ૧૦માં ધોરણના ૭ અને ૧૨માં ધોરણના ૧૨ વિદ્યાર્થીઓને સ્કોરશિપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.તેની સાથે આ શિક્ષણને પ્રોત્સાહન આપવાનું હતું અને આજુબાજુના ગ્રામની ૧૩ સરકારી શાળાઓમાં બાળકો માટે ૧૦ હજાર નોટબુકનું પણ વિતરણ કરવામાં આવ્યું.

કાર્યક્રમને સંબોધતા દીનેશકુમાર સિંઘ રૌતેલાએ બધા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓને આગળ વધતા રહવું જોઇયે અને તમારા સાથીઓને પણ માર્ગદર્શન આપવું જોઈએ, જેથી વધુથી વધુ આ વિદ્યાર્થી લાભ ઉઠાવી શકે. તેમણે કહ્યું કે બાળક દેશનો ભવિષ્ય છે અને શિક્ષક તેના ભવિષ્યની મજબૂત પાયો નાખે છે. તેમણે વિદ્યાર્થિનીઓ તેઓના શિક્ષકોનો આદર કરવા,શિસ્ત જાળવવા અને તેમના સમય નો સારો ઉપયોગ કરવા પ્રેરણા આપી.

કાર્યક્રમમાં એનટીપીસી ઝનોર પ્લાન્ટના જનરલ મેનેજર દીનેશકુમાર સિંઘ રૌટેલા અને પ્રચલણ એવમ અપર જનરલ મેનેજર રોચક સક્સેના તેમજ માનવ સંશાધન વિભાગના પ્રમુખ વિજયાલક્ષ્મી મુરાલીધરન પણ હાજરી આપી હતી.આ પહેલ દ્વારા આસપાસના ગામોના શિક્ષણને મજબૂત બનાવવા અને શાળાના બાળકોના વધુ સારા ભવિષ્ય માટે લેવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!