(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ ડેડીયાપાડા ખાતે યોજાયેલ વડાપ્રધાનના કાર્યક્રમમાં થયેલ કરોડોના ચૂકવાયેલ અધધધ નાણાંના ખર્ચનો હિસાબ જાહેર જનતા સામે મુકતા લોકોએ પણ આશ્ચર્ય અનુભવ્યું હતું.
રાજપીપલા ખાતે આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન ડેડીયાપાડાની મુલાકાત ટાણે પ્રોગ્રામ ના કરોડોનાચુકવાયેલા અધધધ ખર્ચના હિસાબો અંગે પત્રકાર પરિષદ બોલાવી પ્રજા સમક્ષ રજૂ કરતાં ચકચારમચી જવા પામી હતી.
ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કેઅહીં નર્મદામાં 12333 બાળકો કુપોષિત છે. તેમના ફૂડ બીલ મંજૂર નથી થતા, ગ્રાન્ટ નથી નો જવાબ આપે છે.અને અહીં કરોડો ના તાયફા થાય છે. આશ્રમશાળાના 4 મહિનાના ફૂડ બીલો બાકી છે. સિકલ સેલના દર્દીઓ માટે છેલ્લા માર્ચ મહિનાથી ગ્રાન્ટ નથી.ચૈતર વસાવાએ વડાપ્રધાનના ડેડીયાપાડા કાર્યક્રમ માં થયેલ અધધ ખર્ચ અને ચુકાવાયેલા નાણાના હિસાબ અંગેની વિગત મીડિયાં સમક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે મંડપ ડેકોરેશનનો ખર્ચ 5.87 કરોડથયો છે.સ્ટેની આજુબાજુ કપચી નાખવાનો ખર્ચ 3.96 કરોડ,પાર્કિંગનો ખર્ચ 3 કરોડ 61 લાખ રૂપિયા,ફાયર એમ્બ્યુલન્સ વાહનોના ડીઝલનો ખર્ચ 16. 39 લાખ,તૈયાર ટ્રોલી ટોયલેટ નો ખર્ચ2.40 કરોડ, આમંત્રિતો ને લાવવા માટે એસટી ભાડા નો ખર્ચ 1.11કરોડ, પીવાના પાણીની વ્યવસ્થા માટે 51. 96 લાખ,સ્ટેજ અને સીટીંગ અરેન્જમેન્ટ ના 2 કરોડ 67 હજાર,ડોમ નો ખર્ચ 2કરોડ 6 લાખ, માર્ગ મકાન પંચાયત દ્વારા કરાવેલ પાર્કિંગનો ખર્ચ 2કરોડ 51લાખરૂપિયા ચૂકવાયાં છે.નર્મદાની તમામ હોટલો બુક કરેલી. દરેકને 15 લાખ જેટલાં હોટલ બિલના ચૂકવાયા છે.નાસ્તાનો ખર્ચ 2.67 કરોડ ચૂકવાયો છે.DGVCL ને ટ્રાઇબલ સપ્લાન માંથી એક કરોડ ને 16 લાખ,એસટીનો ખર્ચ 6 કરોડ થયો છે.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે આતમામ ખર્ચ કરેલ જે એજન્સીઓને બીલો ચૂકવવા માં આવ્યા છે તે તમામ એજન્સીઓ ભાજપની છે.ટેન્ડર કર્યા વગર કે નિયમો નેવે મૂકીને નાણાં ચૂકવાયા છે.એમને કરોડોની લ્હાણી અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.
એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે કુપોષિત બાળકો માટે શાળાના વડા માટે ગ્રાન્ટ નથી અનેઅહીં કરોડોના ખર્ચ થાય છે. ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હશે તે બધા પર તપાસ કરીને જે પણ રકમ ચૂકવાઈ છે તે પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગ છે. આવી રીતે પ્રજાના પૈસાની અમે દિવાળી કરવા દઈશું નહીં.જે પણ અધિકારીઓએ કોન્ટ્રાક્ટરના બિલો ચૂકવ્યા છે એમના પર તપાસ કરે.CID તપાસ કરે અને એક સપ્તાહમાં એફઆઇઆર કરીને કાયદેસરને કાર્યવાહી કરવાની માંગ ચૈતર વસાવા એ કરી હતી.જો એક સપ્તાહમાં કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં નર્મદાના તમામ લોકોને સાથે રાખીને કલેકટર ડીએસપી કચેરી આંદોલન કરીશું જરૂર પડે વિધાનસભામાં પણ રજૂઆત કરશુ. અનેગ્રાન્ટ રિકવરનહીં કરવામાં આવે અને નહીં કરે તો ઉપર આંદોલનની ચીમકીપણ ઉચ્ચારી હતી.
ભાજપના અક્ષેપ છે કે ચૈતર વસાવા પૈસાની માંગણી કરે છે એવો ભાજપના આક્ષેપનું ખંડન કરતા જણાવ્યું કે કોઈ પુરાવા હોય તો સાબિત કરે અને અમારા ઉપર કાર્યવાહી કરી શકે છે એમ ચૈતર વસાવાએ જણાવ્યું હતું.







