ભરૂચ,
આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓ ને પરત ફરવાની કાર્યવાહી બાદ બાંગ્લાદેશીઓ વિરુધ્ધ પોલીસે કાર્યવાહી હાથધરતા ભરૂચના અલગ અલગ વિસ્તારમાં રહેતા ૨૯ જેટલા બાંગ્લાદેશીઓ સામે પોલીસે કાર્યવાહી હાથધરી હતી.તો ૧૦૦૦ શંકાસ્પદોની તપાસ હાથ ધરાઈ હતી.
ભરૂચ જીલ્લા પોલીસે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધ મોટું અભિયાન શરૂ કર્યું છે.પોલીસે ૫૦ ટીમો બનાવી જિલ્લાભરમાં સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.આ કાર્યવાહી દરમ્યાન લગભગ ૧૦૦૦ શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી છે.
ભરૂચ શહેર ડીવાયએસપી સી.કે.પટેલના જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન ૨૯ બાંગ્લાદેશી ઘૂસણખોરો પકડાયા છે.જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ આ કાર્યવાહી તેજ બનાવવામાં આવી છે.ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલા શંકાસ્પદોને પગપાળા હેડક્વાર્ટર લાવવામાં આવ્યા છે.અહીં તેમની વિગતવાર પૂછપરછ અને દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.પોલીસ દ્વારા દેશમાં બિનકાયદેસર રીતે રહેતા વિદેશીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભરૂચ ના અલગ અલગ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા ૨૯ બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is