ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ દ્વારા ઝઘડિયા તાલુકામાં નાંખવામાં આવનાર પાઈપલાઈન પ્રોજેકટનો ખેડૂતો દ્વારા વિરોધ

SHARE:

– ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદન આપીને અનુસુચિ પાંચ હેઠળ ગ્રામસભાની મંજુરી લેવાય તેવી માંગ કરવામાં આવી

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા ઝઘડિયા તાલુકામાં પાઈપલાઈન પ્રોજેક્ટ હેઠળ પાઈપલાઈન નાંખવા બાબતે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારત આદિવાસી સંવિધાન સેનાના ભરૂચ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલની આગેવાની હેઠળ ઝઘડિયાના પ્રાંત અધિકારીને આવેદન આપીને તાલુકામાં હાથ ધરાનાર પાઈપલાઈન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો.

આવેદનમાં જણાવાયું હતું કે આ વિસ્તારનો અનુસુચિ પાંચ માં સમાવેશ થાય છે અને પેસા એક્ટ લાગુ થતો હોઈ આ વિસ્તારમાં પાઈપલાઈન નાંખવા બાબતે સમગ્ર વિસ્તારના ખેડૂતોનો વિરોધ છે.વધુમાં જણાવાયા મુજબ ભારતના બંધારણની અનુસુચિ પાંચ તેમજ અનુસુચિત વિસ્તારોમાં પંચાયત અધિનિયમ ૧૯૯૬ મુજબની સ્પષ્ટ કાયદાકીય જોગવાઈઓ મુજબ જેતે કામગીરી થવી જોઈએ. આ વિસ્તારના રાજપારડી,સારસા,અવિધા ના વિસ્તાર સરકાર દ્વારા અનુસુચિ પાંચ તથા પેસા વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે અને પેસા એક્ટ મુજબ જેતે ગામની ગ્રામસભાને જમીન, કુદરતી સંસાધનો તેમજ વિકાસ પ્રોજેકટ અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવેલો છે,તેથી આ વિસ્તારમાં ગ્રામસભાની મંજુરી વિના કોઈપણ જમીન પર વિકાસ પ્રોજેક્ટ કે વિકાસ કામ હાથ ધરવું કાયદેસર નથી,ત્યારે આ વિસ્તાર માંથી ગેસ પાઈપલાઈન નાંખવાના કામ માટે જમીન માપણી તેમજ સર્વે સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેને માટે આજદિન સુધી ગ્રામસભાની બેઠક બોલાવીને ખેડૂતો અને ગ્રામજનોની પૂર્વ સંમતિ લેવામાં નથી આવી,તેથી સદર ગેસ પાઈપલાઈન નાંખવાની કામગીરી ભારતીય બંધારણની અનુસુચિ પાંચ અને પેસા એક્ટનો ભંગ કરે છે, તેથી આ પાઈપલાઈન પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવે છે,તેથી ગ્રામસભાની મંજુરી વિના પાઈપલાઈન નાંખવા સંબંધી કોઈ કામગીરી કરવામાં આવે નહિ તેવી માંગ આવેદનમાં કરવામાં આવી હતી.અગાઉ ખેડૂતો દ્વારા ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગરને લેખિતમાં આ બાબતે વાંધો દર્શાવતી અરજી દ્વારા રજુઆત પણ કરવામાં આવેલ હતી.દરમ્યાન આજરોજ રાજપારડી ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ ગ્રામસભામાં ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ ગાંધીનગર દ્વારા વંઠેવાડ રાજપીપલા ગેસ લાઈન નાંખવાની કામગીરીનો મુદ્દો પણ ચર્ચામાં લેવાયો હતો.આવેદનમાં કરવામાં આવેલ માંગ સંદર્ભે યોગ્ય નહિ કરાય તો ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!