ભરૂચ,
ભરૂચ જિલ્લામાં હાલ રવિ પાકોનું વાવેતર પૂરજોશમાં શરૂ છે.આ દરમ્યાન હાલની પરિસ્થિતિએ જિલ્લામાં 95% જેટલું રવિ પાકનું વાવેતર થઈ ગયેલું છે.સમગ્ર વાવેતર દરમ્યાન ભરૂચ જિલ્લામાં યુરિયા અને ફોસ્ફેટિક ખાતરનો જરૂરિયાત મુજબનો જથ્થો કુલ સમયાંતરે સપ્લાય થતો આવ્યો છે.અત્યાર સુધીમાં રવિ સિઝનમાં યુરિયા કુલ ટોટલ 6326 મેટ્રિક ટન જ્યારે ફોસ્ફેટિક ખાતરનો અંદાજે 2600 મેટ્રિક ટન જેટલો જથ્થો ખેડૂતોમાં સરકાર દ્વારા પૂરો પાડવામાં આવેલ છે.વધુમાં હાલની પરિસ્થિતિએ 1702 મેટ્રિક ટન યુરિયા જ્યારે 2000 મેટ્રિક ટન જેટલો ફોસ્ફેટિક ખાતરનો જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં કોઈપણ ખાતરની બુમ ખેડૂતો દ્વારા પડી નથી.નાયબ ખેતી નિયામક પી એસ રાંકના જણાવ્યા પ્રમાણે ખાતરની સપ્લાય બાબતે કોઈપણ જગ્યાએ કોઈ ખેડૂતોને ખાતરની સમસ્યા ઉભી ન થાય તે બાબતે પૂરતા તકેદારીના પગલા ભરવામાં આવી રહેલા છે તેવું જણાવેલ છે.







