– પોલીસે કુલ રૂપિયા ૫૫૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને બે ઈસમો સામે ગુનો દાખલ કર્યો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
વર્ષ ૨૦૨૫ ની વિદાયને ગણતરીના કલાકો બાકી રહ્યા છે.ત્યારે આવનારા નવા વર્ષની ઉજવણી ટાણે નશાના શોખીનો દ્વારા દેશીવિદેશી દારૂની ખરીદી થવાની સંભાવનાઓ રહેલી હોઈ ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરોને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી છે.આ દરમ્યાન ઝઘડિયા તાલુકાના નવા માલજીપુરા ગામ નજીકથી પોલીસે વેચાણ માટે રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ અંગે રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી પીઆઈ બી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાન બાતમી મળેલ કે નવા માલજીપુરા ગામના સુનિલ વસાવા અને અજય વસાવા નવા માલજીપુરા ગામ નજીક કરજણ કેનાલ પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે.પોલીસે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને રેઈડ કરતા ઉપરોક્ત બન્ને ઈસમો પોલીસને જોઈને સ્થળ ઉપરથી નાશી ગયા હતા.પોલીસે સ્થળ ઉપરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ એક મોટર સાયકલ મળી કુલ રૂપિયા ૫૫૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.અને પોલીસની રેઈડ જોઈને સ્થળ ઉપરથી નાશી ગયેલ બન્ને ઈસમો સુનિલ મંગાભાઈ વસાવા અને અજય અનિલભાઈ વસાવા બન્ને રહે.ગામ નવા માલજીપુરા તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.







