ભરૂચ જિલ્લાના વસાવા : એક ઐતિહાસિક અધ્યયન વિષય સાથે ઝઘડિયાના યુવાને પીએચડીની ડિગ્રી મેળવી

SHARE:

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામના એક ૩૨ વર્ષીય યુવકે “ભરૂચ જિલ્લાના વસાવા: એક ઐતિહાસિક અધ્યન” વિષય પર રિસર્ચ કરીને પીએચડી ની ડિગ્રી મેળવી હતી.

મળતી વિગતો મુજબ ડો.સતિષકુમાર ઝઘડિયા તાલુકાના વઢવાણા ગામના વતની છે અને તેમનો વારસાગત વ્યવસાય ખેતી હોઈ તેઓ જન્મથી ખેડૂતપુત્ર છે.ડો.સતિષકુમાર ભાસ્કરભાઈ પટેલે તાજેતરમાં સરદાર પટેલ યુનિવર્સીટીમાં ડો.જિગીશ પંડયાના માર્ગદર્શન હેઠળ “ભરૂચ જિલ્લાના વસાવા એક :  ઐતિહાસિક અધ્યયન” વિષય પર પીએચડી ની પદવી મેળવી છે.તેમણે જુદા જુદા ૩ આર્ટિકલ રિસર્ચ પેપર પણ તૈયાર કર્યા છે.ડો. સતિષકુમાર પટેલ હાલ માંગરોળના ઇશનપુર સ્થિત કસ્તુરબા કન્યા વિદ્યાલયમાં હાયર સેકન્ડરીના  શિક્ષક તરીકે ફરજ બજાવે છે. પીએચડી  ઉપરાંત તેમણે બીએ અને એમએમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા

તેમજ બીએડ જીએસઇટી અંતર્ગત મદદનીશ પ્રોફ્સરની પરિક્ષા  પણ પાસ કરેલ છે.તેમણે પોતાના ખેડૂત માતા પિતા છાયાબેન અને ભાસ્કરભાઈ તેમજ  શિક્ષક કાકા અનિલકુમારની પ્રેરણા અને  આશીર્વાદથી ૩૨ વર્ષની ઉંમરે આ સિદ્ધિ પ્રાપ્ત કરતા આ બાબતે પરિવાર, વઢવાણા ગામ અને સમગ્ર તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!