ભરૂચના આઈકોનિક માર્ગ પર આડેધડ પાર્ક કરેલ વાહનો સામે પોલીસની લાલ આંખ : દંડ ફટકારવામાં આવ્યા

SHARE:

– પોલીસ દ્વારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા

ભરૂચ,

ભરૂચમાં કલેક્ટર કચેરી નજીક ભૃગુઋષિ બ્રિજથી શક્તિનાથ સુધીના લાખોના ખર્ચે બનેલા આઈકોનિક માર્ગ પર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે પોલીસ લાલ આંખ કરી કડક કાર્યવાહી કરી છે.આ માર્ગ શહેરની શોભા અને ટ્રાફિક વ્યવસ્થા સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરાયો હતો.પરંતુ આડેધડ પાર્ક કરવામાં આવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા.

ભરૂચના આઈકોનિક માર્ગ પરની સાઈડ પર કેટલાક વાહનચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે વાહનો પાર્ક કરવામાં આવતા રોજિંદા ટ્રાફિકમાં અડચણો ઉભી થતી હોય અને અન્ય વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. જેને લઈને સ્થાનિક નાગરિકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો હતો.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથધરી હતી.આ ડ્રાઈવ દરમ્યાન રોડ પર ટ્રાફિકને અડચણરૂપ અને ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા.તેમને ભવિષ્યમાં આવી ગેરરીતિ નહીં ચલાવી લેવાય તેવી કડક સૂચના પણ અપાઈ હતી.પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શહેરના મહત્વના માર્ગો પર ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરાશે.આનો ઉદ્દેશ્ય આઈકોનિક માર્ગ પરની વ્યવસ્થા જાળવી રાખવાનો અને નાગરિકો માટે સરળ અવરજવર સુનિશ્ચિત કરવાનો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!