ભરૂચ,
ભરૂચ ખાતે ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશનની ત્રિમાસિક મિટિંગ મળી હતી.જેમાં રિક્ષા ચાલકોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવા સાથે નિવારણ માટે ના નિર્ણય કરવામાં આવ્યા હતા.
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલ શિલ્પી સ્કવેર ખાતે ગુજરાત રાજ્ય ઓટો રીક્ષા ફેડરેશન અંતર્ગત જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનની ત્રિમાસિક સામાન્ય સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ સભામાં પ્રમુખ આબીદ મિર્ઝા તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજય ઓટો રીક્ષા ફેડરેશન ના પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં મળેલ ત્રિમાસિક મિટિંગમાં ગત મિટિંગના ઠરવો વાંચાણે લઈ બહાલી આપી રીક્ષાચાલકોના જે કાંઈ પ્રશ્નો છે તેની ચર્ચા કરવામાં આવી હતી.તેમજ નવા જિલ્લા સંગઠનની રચના કરી જિલ્લામાં આગેવાનોને જવાબદારી આપવામાં આવી હતી.આ મિટિંગમાં ફેડરશનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો ઉપસ્થિત રહ્યા હતા.




