ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેક્લાલ મુનશીની જન્મ જયંતિની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ઉજવણી

SHARE:

ભરૂચ,

ભરૂચના પનોતા પુત્ર કનૈયાલાલ માણેક્લાલ મુનશીજીની જન્મ જયંતિની કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરીમાં ઉજવણી કરવામાં આવતા ભારતી વિદ્યામંદિરના ધોરણ ૮ અને ૧૦ ના બાળકોએ કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચ્યું અને સાભળ્યું અને સમજ્યું કે મુનશીજી ભરૂચ અને ભારતનું ગર્વ હતા.

ગ્રંથપાલનું કહેવું છે કે આવનાર દિવસોમાં નવી પેઢીને આપણા દેશના ખરા અર્થમાં એવા ભારત રત્નો વિષે વિસ્તૃતમાં જાણકારી નહી આપીએ તો નવી પેઢી આવનારના દસ વર્ષમાં ઘણુબધું એવું ગુમાવી બેસશે. આ જ સમય છે કે નવી પેઢીને દેશનો ઈતિહાસ , દેશની સંસ્કૃતિ,દેશના માટે સ્વત્રતાવીરોએ આપેલ બલિદાન વિષે ભારપૂર્વક જણાવવામાં નહી આવશે તો તેઓ માત્ર ઈન્ટરનેટના માધ્યમથી જળ,સ્થળની માહિતી મેળવતા રહી જશે.આથી જરૂરી છે કે તેઓને દેશના ઐતિહાસિક સ્થળો વિષે ખાસ પ્રવાસ, પુસ્તકાલયની મુલાકાત થકી પરિચય આપવો જોઈએ.

બાળકો જ્યારે કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચતા હતા ત્યારે તેઓને ખબર પડી કે મુનશીજી ભરૂચના પનોતા પુત્ર હતા તે ભરૂચમાં  મુનશીનો ટેકરો નામનો નામનો જાણીતો વિસ્તાર આવેલો છે ત્યાં ભારતી વિદ્યામંદિરના ધોરણ આઠ અને ધોરણ દસના બાળકોએ  કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું ઘર આવેલું છે.બાળકોને આવા સ્થળોની ખાસ મુલાકાત કરાવવી શાળાના આ બાળકોને કનૈયાલાલ માણેક્લાલ મુનશીનું જીવન દર્શન વાંચતા વાંચતા એવું ઘણું બધું જાણવા મળ્યું જે તેઓએ આજ દિવસ સુધી નહોતું જાણ્યું, સાંભળ્યું કે વાંચ્યું હતું !

તેઓને કનૈયાલાલ માણેક્લાલ વિષે એવું જાણવા મળ્યું હતું કે મુનશીજીએ ૧૪ વર્ષે ભરૂચની હાઈસ્કૂલ માંથી મેટ્રિક થઈને મુનશી વડોદરાની કોલેજમાં દાખલ થયા હતા મુનશીજીના સ્વભાવમાં દેખાતી કલ્પનાશીલતાને કારણે સાહિત્ય તરફ પ્રેરિત કર્યા હતા સાહિત્ય,નાટક અને લેખન પ્રત્યે તેમને ખુબ જ લગાવ હતો.

આશા છે કે ઉપસ્થિત બાળકો માંથી કોઈ તો પ્રેરણા લઈ આવનાર દિવસોમાં રાષ્ટ્ર પ્રત્યે કંઈક ઉત્તમ યોગદાન આપે તેવી આશા પ્રવર્તી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!