best news portal development company in india

ગોધરાના શેલ્ટર હોમની મુલાકાત લેતા કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના વિદ્યાર્થીઓ

SHARE:

(ગણપત મકવાણા,પંચમહાલ)

ગોધરા નગરપાલિકા દ્વારા સંચાલિત નાઈટ શેલ્ટર હોમ ખાતે શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત Student Outreach Programme નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ગોધરા શહેરની સાર્વજનિક કોમર્સ કોલેજના 30 થી વધુ વિદ્યાર્થીઓએ શેલ્ટર હોમની મુલાકાત લીધેલ હતી. જેમાં સ્ટુડન્ટ દ્વારા શેલ્ટર વિશે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ શેલ્ટરમાં રહેતા આશ્રિતો સાથે વાતચીત કરી પ્રાથમિક જરૂરિયાતોને તેમજ સુવિધાઓ અને ગુણવત્તા વિષે ચકાસણી કરી હતી. અને આશ્રિતો સાથે સંવાદ કરી તેમના વિશે માહિતી મેળવી હતી.

 કોમર્સ કોલેજ ગોધરાના એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો.અરુણસિંહ સોલંકી તથા તમામ સ્ટુડન્ટ દ્વારા શેલ્ટર હોમની કામગીરીને બિરદાવવામાં આવી હતી તેમજ લોકોમાં નાઈટ શેલ્ટર વિશે જાગૃતતા લાવવા માટે જણાવેલ હતું.જેમાં ગોધરા નગરપાલિકાની  NULM ટીમ,સી.ઓ તેમજ કોલેજના પ્રતિનિધિ, શેલ્ટર હોમનો સ્ટાફ અને એમએસએસના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!