best news portal development company in india

રક્ષક જ ભક્ષક બન્યો : યુવાન વિધવા મહિલા સાથે એસઆરપી જવાને દુષ્કર્મ કરતા તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ

SHARE:

– ખેતરમાં જવા માટે બંને મોપેડ પર નીકળ્યાં ત્યારે રસ્તામાં પોત પ્રકાશ્યું

– વાત કોઈને કહેશે તો જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી યુવાન વિધવા મહિલા ૫૨ એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતાં કૌટુબિક જેઠે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામની યુવાન વિધવા મહિલા મોપેડ લઈને તેના ખેતરમાં જઈ રહી હતી તે સમયે તેનો સંબંધી અને એસઆરપીમાં ફરજ બજાવતો રાકેશ બારીયા તેને માર્ગમાં મળ્યો હતો.તેણે મહિલાને મારૂ ખેતર તમારા ખેતરની નજીકમાં હોવાથી મને મોપેડ પર બેસાડી જાઓ તેમ કહ્યું હતું.મહિલા અને જવાન બંને મોપેડ પર બેસીને ખેતર તરફ જવા માટે નીકળ્યાં હતાં. જવાન મોપેડ ચલાવી રહ્યો હતો અને મહિલા પાછળ બેઠી હતી.ખેતરમાં જતી વખતે તેણે પોતાના ખેતરના બદલે મોપેડને અન્ય ખેતરમાં વાળી દીધું હતું. ખેતરમાં જઈને મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું.દુષ્કર્મ આચર્યા બાદ તેણે મહિલાને આ વાત કોઈને કહેશે તો જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ પીડિત વિધવા મહિલાએ તિલકવાડા પોલીસ મથકે એસઆરપી જવાન રાકેશ બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપી એસઆરપી જવાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!