આમોદમાં હઝરત મૌલા અલીની યાદમાં ભવ્ય જુલુસ નીકળ્યું

SHARE:

– સામૂહિક દુઆ સાથે આસ્થાના દ્રશ્યો સર્જાયા શાંતિ અને ભાઈચારાના સંદેશ સાથે સમાપન

ભરૂચ,

આમોદ ગત રોજ રાત્રીના ઈશાની નમાઝ બાદ ઈસ્લામ ધર્મના મહાન વ્યક્તિત્વ હઝરત મૌલા અલીની યાદમાં એક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક જુલુસનો પ્રારંભ શહેરના વાવડી ફળિયામાંથી થયો હતો.જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.જુલુસના સમગ્ર માર્ગ ઉપર શિસ્તબદ્ધ અને સુમેળભર્યા વાતાવરણ સાથે  લોકોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો હતો.

આમોદના વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અંતે બાદશાહ બાપુના બગીચામાં પહોંચ્યું હતું.અહીં સેરે અલીબાવા નાસિર મન્સૂરી તથા સૈયદ સડતોની પ્રેરક ઉપસ્થિતિમાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું.તેમના માર્ગદર્શન હેઠળ સામૂહિક દુઆ કરવામાં આવી હતી.જેમાં હઝરત મૌલા અલીના પ્રેરણાદાયી જીવન,સંઘર્ષ અને ઈસ્લામ માટેના બલિદાન વિશે વિગતવાર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.આ ધાર્મિક કાર્યક્રમમાં આમોદ નગર સહિત  આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી  સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!