best news portal development company in india

નેત્રંગના આદિવાસી ખેડુતોની જમીનો વચ્ચેથી પથ્થર કાઢવાની લીઝની ચહલપહલને લઈને વિરોધ

SHARE:

– ફોકડીની સીમમાં આવેલ આદિવાસી ખેડુતોની જમીનો વચ્ચેથી પથ્થર કાઢવાની લીઝ માટેની ચાલતી ચહલપહલને લઈને ભારે વિરોધ

– આદિવાસી ખેડુતોએ નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો

(વિજય વસાવા,નેત્રંગ)

નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ફોકડી ગુપ ગ્રામપંચાયતમાં ફોકડી-વડપાન ગામ વચ્ચે આવેલ સીમમાં આવેલ ખાતાનં ૨૦૧ના સર્વે નંબર ૧૬ વાળી જમીનના માલિકે સદર જમીન હાલમાં વેચાણ કરેલ હોય,નવા જમીન માલિક દ્રારા લદર જમીનને બીન ખેતીમાં રૂપાતર કરી પથ્થર કાઢવા માટેની લીઝ મંજુર કરાવવા બાબતની ચાલતી ચહલપહલને લઈને ઉપરોક્ત સવેં નંબર ની આજુબાજુમાં આવેલ તમામ જમીનના માલિકો આદિવાસી ખેડુત ખાતેદારો છે.સદર જમીન આદિવાસી ખેડુતો માટે એક માત્ર જીવન નિર્વાહનું સાધન છે.જો લીઝ માટે મંજુરી સરકાર થકી આપવામાં આવશે તો આદિવાસી ખેડુતો ખેતી કરી શકશે નહિ,જેને લઈને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવશે,લીઝની મંજુરી આપવામા આવશે તો ફોકડી – વડપાન – ભોટનગરમાં વસતા ગરીબ આદિવાસી રહીશો ને મળેલ સરદાર આવસો સહિત સામાન્ય કાચા મકાનોને પથ્થરની લીઝમાં રોજેરોજ થનાર બલ્સ્ટીગ થી ભારે નુકસાન થશે,પીવાના પાણીના સ્ત્રોત ઉડા ઉતરી જશે.સદર સવેં નંબર વાળી જમીન પાસે વિજ કંપનીની ભારે હાઈટેન્શન વાળી લાઈન જાય છે.ગરીબ આદિવાસી ખેડુત ખાતેદારો પાસે પોતાનું તેમજ કુટુંબ નું જીવન નિર્વાહ કરવા ફક્ત અને ફક્ત આજ જમીન ઉપર નિર્ભર છીએ બીજી કોઈ અમારી પાસે જમીન નથી માટે ઉપરોક્ત સર્વે વાળી જમીનમાં ખેડુત ખાતેદારો તેમજ સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ફોકડી – ભોટનગર – વડપાન ગામમાં વસતા ગરીબ આદિવાસી કુટુંબને ધ્યાનમાં લઈ મંજુરી આપવામાં ન આવે તેને લઈ આજે નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ વ્યક્ત કર્યો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

best news portal development company in india
best news portal development company in india
सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!