best news portal development company in india

ગૌવંશ કતલ કરવાનાં ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને આમોદ પોલીસે ઝડપી પાડયો

SHARE:

– આરોપી ગૌવંશ પશુઓને લાવી અવાવરૂ જગ્યાએ કુર્તાપૂર્વક બાંધી રાખી કતલ કરી ગૌમાંશનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો

આમોદ,

સુરત ગ્રામ્ય પોલીસ સ્ટેશનના ગૌવંશ કતલના ગુનામાં નાશતા ફરતા આરોપી મુસ્તાક ઉર્ફે મુન્નો જલુભા પઠાણ છેલ્લા એક વર્ષથી ફરાર હતો.જે આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી.કરમટીયાને બાતમી મળતા પોલીસે ઈખર ગામના બસ સ્ટેન્ડ પાસેથી મુસ્તાક ઉર્ફે મુન્નો જલુભા પઠાણ રહેવાશી ઈખર.તા.આમોદ.જીલ્લો ભરૂચની ધરપકડ કરી હતી.આમોદ પોલીસ ઈન્સ્પેક્ટર આર.બી. કરમટીયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ આશિકસિંહ નવીનજી તેમજ યશપાલ નરેન્દ્રભાઈ તેમજ એ.એસ.આઈ સુનિલ ઓમકારે પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.ઈખર ગામનો ગૌવંશ કતલનો આરોપી મુસ્તાક ઉર્ફે મુન્નો જલુભા પઠાણની મોડસ ઓપરેન્ડી એવી હતી કે આરોપી ગૌવંશ પશુઓને લાવી અવાવરૂ જગ્યાએ કુર્તાપૂર્વક બાંધી રાખી તેની કતલ કરી ગૌમાંશનું ગેરકાયદેસર વેચાણ કરતો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!