આમોદમાં હજરત ગેબનશા બાવાના ઉર્સની શાનદાર ઉજવણી કરાઈ

SHARE:

આમોદ,

આમોદ નગરની મધ્યમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં હજરત ગેબનશા બાવા,હજરત બાલે પીર બાવા, હજરત ગાડે પીર બાવા તથા બાદશાહ બાવાના ઉર્સની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તથા ઉર્સના ધાર્મિક કાર્યક્રમો ભારે ઉત્સાહ સાથે સંપન્ન કરાયા હતા.આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

આ ઉર્સ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી તેમજ નિયાઝનું પણ આયોજન કરાયું હતું.કાર્યક્રમ દરમ્યાન સિદી બાદશાહો દ્વારા સિદી ધમ્માલ રજૂ કરવામાં આવી હતી.અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખાકારી અને ભાઈચારાની ભાવના કાયમ રહે તે માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી.ઉર્સના મેળામાં હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને એકતા તથા ભાઈચારાનું સુંદર ઉદાહરણ રજૂ કર્યું હતું.ઈશાની નમાઝ બાદ બાદશાહ બાપુના બગીચામાં ગોંડલના મશહૂર નાતખાં સબ્બીર બરકાતી દ્વારા નાત શરીફનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!