જંબુસર નગરપાલિકાને પી એમ સ્વનિધી યોજના અંતર્ગત મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર નગરપાલિકાને પી એમ સ્વનિધી યોજના અંતર્ગત ગાંધીનગર ખાતે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલ PMSVANidhi યોજનાનો “સ્વનિધિ સમારોહ” કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓના મહાનુભાવો, અધિકારીઓ તથા આ યોજનામાં કામ કરતા કર્મચારીઓ હાજર રહેલ. આ સમારોહમાં “સ્વનિધિ સે સમૃદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત “બેસ્ટ પર્ફોમન્સ ULB ” નો એવોર્ડ ગુજરાત રાજ્યના નાણા અને શહેરી વિકાસ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનાં વરદ હસ્તે જંબુસર નગરપાલિકાને ચીફ ઓફિસર પંકજ નાયક તેમજ NULM શાખાના કર્મચારી રેશ્માબેન પટેલ અને ચાર્મીબેન ભટ્ટને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી જંબુસર નગરપાલિકાની કામગીરીને બિરાદવામાં આવેલ. વધુમાં ભવિષ્યમાં પણ જંબુસર નગરપાલિકા દ્વારા સારી કામગીરી કરી આ યોજનામાં લાભાર્થીઓને લાભ અપાવશો તેવું જણાવ્યું હતું.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!