સામાજીક વનીકરણ રેન્જ તથા આમોદ આરોગ્ય વિભાગના સહયોગથી કાંકરિયા ગામે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો

SHARE:

– ગામ લોકોએ મોટી સંખ્યામાં નિઃશુલ્ક મેડીકલ કેમ્પનો લાભ લીધો

ભરૂચ,

આમોદ તાલુકાના કાંકરિયા ગામે આવેલા કોમ્યુનિટી હોલમાં સામાજીક વનીકરણ વિભાગ ભરૂચ – રેન્જ આમોદ તથા આમોદ આરોગ્ય વિભાગના સહયોગથી નિઃશુલ્ક મેઘા મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામલોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.ગામ લોકોને સ્થળ ઉપર જ તાવ,ખાસી, શરદીની જરૂરી મેડિકલ દવાઓ આપવામાં આવી હતી.તેમજ જરૂરિયાત મંદ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું.ઉપરાંત ઈજાગ્રસ્ત વ્યક્તિઓનું ડ્રેસિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.સફા મેમણ, સી.એચ.ઓ ડૉ.અનિતા પરમાર,આશાવર્કર સુપરવાઈઝર મીના પટેલ, આશાવર્કર સહિતની મેડીકલ ટીમે કેમ્પમાં સેવા આપી હતી.મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે ગામના સરપંચ પ્રવિણ સોલંકી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ, ફોરેસ્ટર અનિલ પઢિયાર, બીટગાર્ડ વિપિન પરમાર, નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર આદિવાસી વસ્તી ધરાવવતા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન થતા લોકોએ મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!