– રેન્જ આઈજી સંદીપસિંહ,જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
ભરૂચ,
ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષક કેડરની ખાલી પડેલી 13,591 જગ્યાઓ ભરવા માટેની આવતીકાલથી 21 મી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારિરિક કસોટી અને મેડિકલનું આયોજન કરાયું છે.જેમાં ભરૂચ જિલ્લામાં પણ શારિરીક કસોટીનું આયોજન કર્યું છે જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવતા રેજ આઈજી અને જીલ્લા પોલીસવડાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
ગુજરાત પોલીસમાં 13,691 ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં માટે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓના પોલીસ ગ્રાઉન્ડ પર આવતીકાલથી 21 મી જાન્યુઆરીથી 13 મી માર્ચ સુધી શારીરિક કસોટીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે જેની તમામ તૈયારીઓને એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આવતી કાલે વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડ ક્વાર્ટસમાં આવેલા ગ્રાઉન્ડ ખાતે પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા યોજાનાર છે.જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન,દોડ, ઊંચાઈ, વજન,છાતી સહિત શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે.જેના ભાગરૂપે આજરોજ વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને જીલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.
ભરૂચ જિલ્લામાં પોલીસ બે મહિના સુધી ચાલનાર ભરતીની શારીરિક કસોટી માટે અંદાજિત 60 હજાર ઉમેદવારો આવનાર છે.જેમાં રોજના 1600 ઉમેદવાર પોતાની શારીરિક કસોટી આપી શકશે.અહિયાં પોલીસ દ્વારા મેડીકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેનાર છે.આ શિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમની રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




