સુઠોદરા પ્રાથમિક શાળાના આચાર્યાને સારસ્વત શિક્ષક સન્માન એવોર્ડથી સન્માનિત કરાયા

SHARE:

આમોદ,

નોલેજ વેલી ફાઉન્ડેશન-પાલનપુર આયોજીત ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાઓમાં ગુજરાત સારસ્વત શિક્ષક સન્માન-૨૦૨૬ હેઠળ ૨૧૨૧ શિક્ષકોને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જેમણે વર્ગખંડમાં ગુણવત્તાસભર શિક્ષણનું સારું કાર્ય કર્યું છે તેવા ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોએ ગુણવત્તા સભર કરેલી કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.હાલમાં જેમની જિલ્લાફેર બદલી થયેલ છે એવા ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુઠોદરા શાળાના આચાર્યા રેખાબેન મકવાણાની પણ પસંદગી કરવામાં આવી હતી. તેમને પરમ પૂજય મહંત ચીનુભારતીજી મહારાજના હસ્તે સિલ્ડ,સન્માનપત્ર અને મેડલ આપી બહુમાન કરવામાં આવ્યુ હતુ.ભરૂચ જિલ્લામાંથી વિદાય લેતા-લેતા પણ તેમણે સુઠોદરા પ્રાથમિક શાળાના શિક્ષણની સુવાસને મહેકાવવા બદલ આમોદ તાલુકા શિક્ષણ જગતે તેમને અભિનંદન પાઠવ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!