રાજપીપળાના પ્રજા વત્સલ મહારાજા વિજય સિંહજી ગોહિલની ૧૩૬મી જન્મજયંતિ ઉજવાઈ

SHARE:

– સ્વ.વિજય સિંહ મહારાજા એ રાજપીપળા રાજ્યને ૫૬૭ દેશી રજવાડામાં સરદાર પટેલની સહમતીથી ભારત સંઘમાં ભેળવવા સહી કરનારા પ્રથમ રાજવી હતા

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

આજે ૩૦મી જાન્યુઆરીના રોજ રાજપીપળાના પ્રજા વત્સલ મહારાજા વિજયસિંહજી ગોહિલની ૧૩૬મી જન્મજયંતિ રાજવી પરિવારના સદસ્યોંની ઉપસ્થિતિમાં ગૌરવ ભેર ઉજવાઈ હતી.

રાજપીપલા વિજય ચોક ખાતે રાજવી પરિવારના હાલના રાજા મહારાજા રઘુવીર સિંહજી ગોહિલ, રાજવી પરિવારના સદસ્ય વર્લ્ડ સેલિબ્રિટી યુવરાજ માનવેન્દ્ર સિંહ તેમજ રાજવી પરિવારના સદસ્યો ઈન્ટેક ચેપટરના આગેવાનો તથા નગરજનોની ઉપસ્થિતિમાં સ્વ.વિજયસિંહ મહારાજાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ૧૩૬ મી જન્મ જયંતિ ગૌરવ ભેર ઉજવી હતી.જેમણે પ્રજાની સુખાકારી માટે રાજપીપલાનો વિકાસના ઘણાપ્રજા લક્ષી કરેલા કામોને યાદ કર્યા હતા.જેમાં રાજપીપલાની શાળા કોલેજો,રેલવે લાઈન,હોસ્પિટલ વગેરે કરેલા સુખાકારી ના કામો ને યાદ કર્યા હતા.ખાસ કરીને સ્વ.વિજયસિંહ મહારાજાએ રાજપીપળા રાજ્યને  ૫૬૭ દેશી રજવાડામાં સરદાર પટેલની સહમતીથી  ભારત સંઘમાં ભેળવનારા ગુજરાત રજવાડાના પ્રથમ શાસકરાજા હતા.જેમણે પ્રથમ સહી કરી હતી એવા પ્રજાવત્સલ રાજાની જન્મ જયંતી ઉજવી તેમની જન્મ જ્યંતી ઉજવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!