– ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા : આ માર્ગ પરથી કલેકટર,ડિસ્ટ્રિક્ટ જજ,જિલ્લા પોલીસ સહિતના અધિકારીઓ પણ આ માર્ગ પરથી અજવજવર કરે છે
ભરૂચ,
ચોમાસાનો પ્રારંભ થયો નથી ત્યાંજ ઉનાળાની ગરમીમાં ભરૂચના જાહેરમાર્ગો ઉપરથી પસાર થતા વાહનો માર્ગમાં ફસાઈ જતા હોવાની ઘટના સામે આવતા ચોમાસામાં લોકોની સ્થિતિ કેવી હશે તે પ્રશ્ન વાહન ચાલકોમાં ચર્ચાસ્પદ બન્યો છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહંમદપુરાથી બંબાખના જવાના માર્ગ ઉપર લીમડી ચોક પાસે આવેલ અવધૂત હાઈટસ નજીકના જાહેરમાર્ગ ઉપરથી પસાર થતા પીકઅપ વાહન ટેમ્પોનું પાછળનું ટાયર રોડ પર ભુવો પડીને ફસાઈ જતા સાંકડા માર્ગના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને હજુ ચોમાસાની શરૂઆત થઈ નથી ત્યાંજ ભર ઉનાળે જાહેરમાર્ગો ઉપર ભુવા પડી વાહનો ફસાઈ જવાની ઘટના સામે આવતા ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીના કારણે માર્ગો બેસી ભુવા પડી જાય તેવા ભય વચ્ચે વાહન ચાલકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.જોકે આ માર્ગ પરથી ભરૂચ કલેકટર,ડિસ્ટ્રિક્ટ જજ,જિલ્લા પોલીસ,નગરપાલિકાના નગરસેવકો સહિતના અધિકારીઓ પણ આ માર્ગ પરથી અજવજવર કરે છે.તેમ છતાં કોઈને દેખાતું ન હોય તેવા પ્રશ્ન પણ ઉભા થયા છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ચોમાસાની સીઝનમાં વરસાદ પડે તે પહેલા જ જે માર્ગો ઉપર ગટર લાઈન અને પાણીની લાઈન માટે ખોદકામ કરેલ જગ્યા ઉપર માટી બેસી ગઈ હોય તેવા સ્થળે આરસીસીનું કામ કરી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવે તે પણ જરૂરી બની ગયું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is