best news portal development company in india

ઝઘડિયા જીઆઈડીસીમાં કામદારોનું પોલીસ વેરિફિકેશન નહિ કરાવનાર કંપની માલિક સામે ગુનો નોંધાયો

SHARE:

– ઝઘડિયા જીઆઈડીસી પોલીસના ચેકિંગ દરમ્યાન નિરામય કેમિકલ કંપનીમાં કામ કરતા ૮ પરપ્રાંતિય કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોવાનું જણાયું હતું

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા અંકલેશ્વર પાનોલી દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા કામદારોમાં પરપ્રાંતિય કામદારોની સંખ્યા મોટાપ્રમાણમાં છે.રાજ્ય બહારથી આવેલ ઈસમોમાં કેટલાક ઈસમો ગુનાહિત માનસિકતા ધરાવતા હોય એવી સંભાવના રહેલી હોય છે,ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવવાનું હોય છે. ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ જીઆઈડીસી પોલીસની ટીમે જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારોના પોલીસ વેરિફિકેશન બાબતે તપાસ હાથ ધરતા બે દિવસ અગાઉ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ પર કામદારો ફરજ પર મુકતા ચાર કોન્ટ્રાક્ટરો વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના નોંધવામાં આવ્યા હતા.ત્યારે ગતરોજ જીઆઈડીસી પોલીસે અન્ય એક કંપની સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પોલીસની તપાસ દરમ્યાન જીઆઈડીસીની નિરામય કેમિકલ કંપનીમાં નોકરીએ રાખેલ ૮ પરપ્રાંતિય કામદારોનું પોલીસ વેરિફિકેશન કરાવેલ ન હોવાનું જણાયું હતું.તેથી પોલીસે કંપનીના માલિક ફેનિલ દેવચંદભાઈ ભાયાણી રહે.સરથાણા તા.કામરેજ જી.સુરતના વિરુધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!