ભરૂચ,
ભરૂચ જીલ્લાના હાંસોટ પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો.આ ભારે વરસાદના કારણે વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.જેમાં હાંસોટથી કંટિયાજાળને જોડતા મુખ્ય માર્ગ પર દંતરાઈ ગામ નજીક ખાડીપુલની કામગીરી ચાલી રહી છે.આ કામગીરીના કારણે બનાવવામાં આવેલા ડાયવર્ઝન પરથી વનખાડીનું પાણી ફરી વળ્યું હતું.પરિણામે માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવ્યો હતો.માર્ગ બંધ થવાથી આસપાસના ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.હવામાન વિભાગે આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરી છે.તંત્ર દ્વારા લોકોને સતર્ક રહેવા પણ સૂચના આપવામાં આવી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is