ભરૂચ,
રાજ્યકક્ષાની ગ્રેપ્લિંગ ટુર્નામેન્ટમાં ભરૂચમાં આવેલી બટુકનાથ વ્યાયામ શાળાના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રાન્ચ મેડલ મેળવી ભરૂચ શહેર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
રાજ્યકક્ષાની ગ્રેપલિંગ ટુર્નામેન્ટનું આયોજન ૨૨મી જૂન ૨૦૨૫ના રોજ નવસારીની મદ્રેસા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.રાજ્યકક્ષાની યોજાયેલ ટુર્નામેન્ટમાં બટુકનાથ વ્યાયામ શાળામાં તૈયાર થયેલા રમતવીર રાજપૂત માંગલીયા બે ગોલ્ડ મેડલ, રોહન ઓડ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ, નિલય પટેલને એક સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ,શિવમ વસાવાને બે સિલ્વર મેડલ, ઉજ્જવલ પ્રજાપતિ બે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી બટુકનાથ વ્યાયામ શાળાના ગૌરવમાં વધારો કર્યો હતો.આગામી છત્તીસગઢના રાયપુર ખાતે યોજાનાર નેશનલ ગ્રેપલિંગ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.
તમામ વિજેતા ખેલાડીઓને બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીનભાઈ, ટ્રસ્ટી અર્જુનભાઈ રાવલ, ગુજરાત ગ્રેપલિંગ એસોસિએશનના પ્રમુખ ફરદુંન મિર્ઝા, સેક્રેટરી અમિતભાઈ, મયુરભાઈ પટેલ,રાજેશભાઈ પટેલ તેમજ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવીન્દ્રભાઈ પટેલ તેમજ ભરૂચ રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is