ઘરેલુ ગેસના ભાવમાં વધારો થતા ભરૂચ મહિલા કોંગ્રસે પાંચબત્તી ખાતે છાણાનો ચૂલો બનાવી રોટલા બનાવી વિરોધ નોંધાવ્યો

SHARE:

– હાય રે ભાજપ હાય હાય અને મોદી સરકાર ચોર હે ના સૂત્રોચ્ચાર કરાયા 

– ભાવ વધારો નહીં ખેંચવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી 

– રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવતા મહિલા પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા

– મહિલા પ્રમુખને જબરજસ્તી પોલીસવાનમાં બેસાડતા તું તું મેં મેં ના દ્રશ્યો

ભરૂચ,

દિવસે દિવસે વધતી મોંઘવારી તેમજ ગેસ,પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં થયેલા ભારે વધારા સામે ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખા અંદાજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

ભરૂચ મહિલા કોંગ્રેસના જીલ્લા પ્રમુખ જ્યોતિ તડવી ની ઉપસ્થિતિમાં પ્રદેશ મહિલા આગેવાન ફરીદા પટેલ, શહેર પ્રમુખ હુસૈનાબીબી હાફેજી સહિત કોંગ્રેસની બહેનો દ્વારા શહેરના પાંચબત્તી વિસ્તારમાં એકત્ર થઈ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.પ્રદર્શન દરમ્યાન બહેનો રોડ પર બેસી ચૂલો સળગાવી તેના પર રોટલા બનાવી ગેસના ભાવમાં થયેલા વધારા સામે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો.વધતી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર પડતા આર્થિક બોજ અંગે તેમણે સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રસંગે મહિલા કોંગ્રેસની પ્રમુખ જયોતિ તડવીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી રસોઈ ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે ઘરખર્ચ ચલાવવો સામાન્ય પરિવાર માટે મુશ્કેલ બન્યો છે.તેમણે કેન્દ્ર સરકાર પાસે ગેસ, પેટ્રોલ અને ખાદ્ય તેલના વધારેલા ભાવો તાત્કાલિક પાછા ખેંચવાની માંગણી સાથે રસ્તા પર ઉતરતા પોલીસ સાથે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.આંદોલન દરમ્યાન બહેનો દ્વારા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.સાથે જ ચેતવણી આપવામાં આવી હતી કે જો સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવા માટે વહેલી તકે અસરકારક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે.જોકે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સ્થળ પર હાજર એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રદર્શન કરતી મહિલા કોંગ્રેસની બહેનોની અટકાયત કરવામાં આવી હતી.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!