– રાજપીપલા ખાતે સીસી રોડના વિકાસ કામો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
– વિકાસ નાં કામો અંગે ભ્રષ્ટાચાર નાં થાય એની કાળજી હું જાતે રાખીશ એવી મનકી વાત સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી કરી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ સીસી રોડના વિકાસ કામો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મનસુખભાઇ વસાવા,સાંસદ, ભરુચ લોકસભા અને ડૉ. દર્શનાબેન દેશમુખ,ધારાસભ્ય, નાંદોદ ઉપસ્થિત રહ્યા હતા. સાથે આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા.આ વિકાસ કાર્યોના અમલથી નગરપાલિકા વિસ્તારમાં માર્ગ વ્યવસ્થા વધુ સુવિધાજનક બનશે તેમજ નાગરિકોને રોજિંદા અવરજવરમાં સરળતા મળશે.સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ શરૂ થયેલા સીસી રોડના કામોથીરાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં આધુનિક સુવિધાઓનો વિકાસ વધુ ગતિ પકડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.જોકે જ્યાં સાંસદ મનસુખ વસાવા હોઈ અને જે અધિકારી અને પદાધિકારીઓ પર ન વર્ષે એવું ન બને આજે પણ સાંસદ મનસુખ વસાવા એ શહેર માં હરસિધ્ધિ મંદિર ના મકાનો તોડી પાડ્યા જેના પર ભાજપમાં નેતાઓ ને કહ્યું કે બીજી ચિંતા પછી કરો પહેલા કલેકટર જોડે મળી આ મંદિર નું કમ્પાઉન્ડ તોડી પાડ્યું છે એ કામ શરૂ કરાવો..પોતાના ભાજપ ના કાર્યકરો સંગઠનને પણ કહ્યું જે કામ પ્રજાલક્ષી હોઈ એ કામ કરો …તો પ્રજા પ્રશંશા કરશે.રાજપીપલામાં બનેલ રિંગ રોડ માં અગાઉ ભ્રષ્ટચાર થયો અને બીજી વાર આ રોડ પૂર્નેશ મોદી એ બનાવ્યો.આજે વર્ષો થી રાજપીપલા અંકલેશ્વરનો રોડ બનતો નથી એમાં કોન્ટ્રાક્ટર ના માણસો એ અધિકારીઓને માર્યા અને કામ બન્ધ થયું એનો પણ હાલ પાંચ મહિનામાં કોર્ટ માં ઉકેલ આવી ગયો છે અને આ રસ્તા માં કોઈ ભ્રષ્ટાચાર ન થાય માટે હું જાતે નજર રાખવાનો છું …ભાજપ સરકાર કેન્દ્ર માં અને રાજ્ય માં છે જ્યાં સુધી કોઈ કામ અટકશે નહિ અને મને નથી લાગતું કે હજુ કોઈ અન્ય સરકાર આવશે એટલે ભાજપ સરકાર જ કામ કરશે અને આપરે કામ નું ધ્યાન રાખવું પડશે કહી પોતાની મન ની વાત સ્ટેજ પરથી કહી કહી દીધી.




