વિશ્વ મહિલા દિવસે રાષ્ટ્રપતિના પદની ગરિમાને ઠેસ પહોંચાડતો ફોટો આમોદ પાલિકા પ્રમુખે અપલોડ કરતા વિવાદ

SHARE:

ભરૂચ,

૮ મી માર્ચના વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પા પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકાયેલ એક ફોટોગ્રાફને લઈને ભારે ચર્ચા અને વિવાદ ઉભો થયો છે.મહિલા દિવસની શુભેચ્છા પાઠવવા માટે અપલોડ કરાયેલા આ ફોટોમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ પોતાના હાથેથી પાલિકા પ્રમુખને ક્રાઉન પહેરાવતા હોય તેવો ફોટો દર્શાવવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું છે.

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટોગ્રાફમાં એવી રચના દેખાય છે કે જાણે રાષ્ટ્રપતિ દ્વારા જલ્પાબેન પટેલને ક્રાઉન પહેરાવવામાં આવી રહ્યો હોય. આ પ્રકારનો મોર્ફિંગ અથવા સંપાદિત ફોટો જાહેર પદ પર રહેલા પ્રતિનિધિ દ્વારા મૂકાતા કેટલાક નાગરિકો અને સામાજિક વર્તુળોમાં અસંતોષ વ્યક્ત થયો છે.ઘણા લોકોએ આ પ્રકારની પોસ્ટને દેશના મહામહિમ રાષ્ટ્રપતિના પદની ગરિમાને ઠેસ પહોચતી હોવાનું જાણવા મળ્યું છે.આ જાહેર પદ પર રહેલા પ્રતિનિધિઓએ આવી પોસ્ટ મૂકતી વખતે જવાબદારી અને સંવેદનશીલતા જાળવવી જોઈએ તેવી ચર્ચા પણ થઈ રહી છે.હાલ આ મુદ્દે પાલિકા પ્રમુખ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટીકરણ સામે આવ્યું નથી, પરંતુ મહિલા દિવસની શુભેચ્છા આપવા મુકાયેલ આ ફોટોગ્રાફને કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને વિવાદનો માહોલ સર્જાયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!