ડબલ એન્જીન સરકારમાં ગ્રોથ એન્જીન ભરૂચને ₹1350.68 કરોડના વિકાસકાર્યોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

SHARE:

– મહાનગર પાલિકા કરતા પણ વધુ કામો ભરૂચને જોઈએ ત્યારે મળતા રહેશે કહ્યું મુખ્યમંત્રીએ

– વિકસિત ભારતમાં વિકસિત ભરૂચ બનવવા આગળ વધતા રહયે નો આપ્યો મંત્ર

ભરૂચ,

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે ભરૂચમાં રૂપિયા 1350.68 કરોડના વિવિધ 139 પ્રકલ્પોનું ઈ – ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.સાથે જ

પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતા પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભરૂચમાં આજે વિવિધ વિકાસ કાર્યોના લોકર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર સંકુલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાને રૂ.1350.68 કરોડના કુલ 139 વિકાસ કાર્યોનું ઈ  લોકર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, નરેન્દ્ર પરમાર, પરેશ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસીયા, પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય મારુતિસિંહ અટોદરીયા, કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાંસદ મનસુખ વસાવાએ ભુમાફિયાઓ પર સરકાર દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તેમના ઉદબોધનમાં સરકારની વિવિધ કામગીરી વર્ણવી હતી.

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભરૂચ ભલે મહાનગરપાલિકા ન હોય પણ મહાનગરપાલિકા કરતા પણ વધુ વિકાસ કાર્યો કરવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચે દેશમાં કેમિકલ કેપિટલ તરીકે નામના મેળવી છે. ભરૂચ જિલ્લાને મળેલ વિકાસ કાર્યોથી નવી દિશા મળશે. ડબલ એન્જીનની સરકારમાં ભરૂચ ગ્રોથ એન્જીન તરીકે વિકસત ભારતના સ્વપ્ન સાકાર કરતા વિકસિત ભરૂચ બનવા આગળ વધતું રહેશે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!