ગેસ સંકટને લઈ ગુજરાત સરકાર સક્રિય : એજન્સી પર પોલીસ અને મહેસૂલ વિભાગના અધિકારી રહેશે તહેનાત કરાશે

SHARE:

સૌજન્ય,

ગેસના વધતા સંકટને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર સક્રિય થઈ છે.રાજ્યના પુરવઠા વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) દ્વારા તમામ ખાનગી અને જાહેર ક્ષેત્રની ગેસ એજન્સી પર કડક મોનિટરિંગ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.સરકારનું ઉદ્દેશ્ય ગેસના પુરવઠાને બગાડક્યા વિના નિયમિત રીતે સપ્લાય સુનિશ્ચિત કરવું છે.એજન્સીઓ પર મોનિટરિંગ માટે પોલીસની તૈનાતી કરવામાં આવશેજેથી ગેરકાયદેસર વેચાણ અથવા કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિ પર તરત કાર્યવાહી થઈ શકે. આ કામગીરી દરમ્યાન મહેસૂલ વિભાગનો એક અધિકારી પણ હાજર રહેશે.

એજન્સીઓ પર મોનિટરિંગ માટે પોલીસની તૈનાતી કરવામાં આવશે,જેથી ગેરકાયદેસર વેચાણ અથવા કોઈ પણ અયોગ્ય પ્રવૃત્તિ પર તરત કાર્યવાહી થઈ શકે. આ કામગીરી દરમિયાન મહેસૂલ વિભાગનો એક અધિકારી પણ હાજર રહેશે, જે એજન્સીઓમાં ગેસના જથ્થા, વિતરણ અને નિયમનકારી પ્રક્રિયાનો તત્કાળ રિપોર્ટ સરકારી તંત્રને આપશે.સરકારે જણાવ્યું છે કે આ પગલાં ગ્રાહકોમાં ગેસની પુરવઠાની ચિંતાને ઘટાડવા અને બજારમાં કોઈ અશાંતિ રોકવા માટે લેવામાં આવ્યા છે.

સરકારની દેખરેખથી ગેસની ખરીદી અને વિતરણમાં પારદર્શકતા વધશે અને વિતરણ પ્રક્રિયામાં કોઈ ગેરવ્યવહાર થતો અટકશે.રાજ્ય સરકારની આ પહેલથી નાગરિકો માટે ગેસ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત થશે અને બજારમાં અનિયમિતતા અટકાવવામાં આવશે. એજન્સીઓ પર સતત મોનિટરિંગ અને પોલીસ, મહેસૂલ અધિકારીની હાજરી સાથે સરકાર ગેસ સંકટની સ્થિતિ પર કાબૂ રાખી રહી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!