હત્યા કેસ પ્રકરણમાં સેસન્સ કોર્ટ નર્મદાનો મહત્વપૂર્ણ  ચુકાદો

SHARE:

– આરોપીએ પોતાની જ પત્નીની હત્યા કરવાનો ગુનામા આરોપીને આજીવન કેદની સજા 

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

નર્મદા જિલ્લા સેસન્સ કોર્ટમાં ચાલતા ગંભીર હત્યાના કેસમાં સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો. સરકારી વકીલ વંદના ભટ્ટ દ્વારા કરવામાં આવેલી ધારદાર અને તર્કસભર રજૂઆતના આધારે આરોપી વિરુદ્ધ ગુનો સાબિત થયો હતો.

ફરિયાદની હકીકત ફરિયાદ મુજબ ફરિયાદી ગણેશભાઈ રામસિંહભાઈ પાદવી રહે.ગામ શાણીપુર તા.સાગબારા જી.નર્મદા પોતાના પરિવાર સાથે ઘરે રહેતા હતા.આરોપી રામસિંહભાઈ પાદવી વારંવાર પોતાની પત્ની અરૂણાબેન સાથે ઝઘડો કરતા હતા.ઘટના દિવસે રાત્રિના સમયે પરિવારના સભ્યો ઘરમાં સુતા હતા ત્યારે અચાનક ઘરમાંથી મારામારીનો અવાજ આવ્યો હતો.ફરિયાદી અને તેમની પત્ની ઉઠીને જોવા ગયા ત્યારે આરોપી રામસિંહભાઈ પોતાની પત્ની અરૂણાબેન રામસિંહભાઈ પાદવીને લોખંડના સાધનથી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા હતા.ફરિયાદીએ વચ્ચે પડીને બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યાર બાદ પરિવારના અન્ય સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.મૃતકને ગંભીર ઈજા થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.પરંતુ સારવાર દરમ્યાન ડોક્ટર દ્વારા અરૂણાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તપાસ દરમ્યાન આંખે જોયેલા સાક્ષીઓ, તબીબી પુરાવા, સ્થળ પંચનામું,હથિયારની જપ્તી, સાક્ષીઓના નિવેદનઆ તમામ પુરાવાઓના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

સરકારી વકીલની રજૂઆત સરકારી વકીલ વંદના ભટ્ટ દ્વારા આંખે જોયેલા સાક્ષીઓ,તબીબી પુરાવા,દસ્તાવેજી પુરાવા,આરોપીના વર્તનઆધારે મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી અને આરોપી દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું સાબિત કરવામાં આવ્યું હતું.જેમાં સેસન્સ જજ આર.ટી.પંચાલ સાહેબ દ્વારા સમગ્ર કેસના પુરાવા, તબીબી અહેવાલ તથા સાક્ષીઓના નિવેદનોનું મૂલ્યાંકન કરી આરોપી દ્વારા પોતાની પત્નીની હત્યા કરવામાં આવી હોવાનું નિશ્ચિત કરાતા આરોપીને ભારતીય દંડ સંહિતા કલમ 302 મુજબ દોષિત ઠરાવવામાં આવ્યો હતો.

કોર્ટ દ્વારા આરોપી રામસીંગભાઈ પોહલ્યાભાઈ પાડવી, રહેવાસી– રાણીપુરને ઈન્ડીયન પીનલ કોડની કલમ–૩૦૨ મુજબના ગુનામાં આરોપીને આજીવન સખ્ત કેદની સજા અને રૂ.૫,૦૦૦ અંકે રૂપિયા પાંચ હજાર પુરાનો દંડ અને જો દંડની રકમ ના ભરે તો વધુ ૧ વર્ષની સાદીકેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવેલ છે.આ ચુકાદાને કાનૂની વર્તુળોમાં મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યો છે અને સરકારી વકીલ વંદના ભટ્ટની અસરકારક અને ધારદાર રજૂઆતને પગલે આરોપીને કડક સજા થવા પામી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!