ભરૂચ,
ભરૂચના વેજલપુરના ગામડિયાવાડ અને વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા.
મળતી માહિતી મુજબ રાત્રિના આશરે ૧:૪૫ થી ૨:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ૪ બાઈક અને ૧ રિક્ષાને આગ ચાંપી દેવામાં આવી હતી.આગ લાગતા જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકો ઊંઘ માંથી જાગીને બહાર દોડી આવ્યા હતા.પરંતુ ત્યા સુધીમાં વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.પોલીસ તંત્ર દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે અને લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી છે.પોલીસ તપાસ બાદ જ સમગ્ર ઘટનાનો ખુલાસો થવાની સંભાવના છે.




