વાગરાની ઓરા ચોકડી પાસે બંધ મકાન માંથી તસ્કરો ૨.૫ લાખની રોકડ અને દાગીના ઉઠાવી ફરાર

SHARE:

– લાખોની ચોરીથી સોસાયટીમાં ફફડાટ

ભરૂચ,

​વાગરા તાલુકામાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ ઓરા ચોકડી નજીક આવેલી સોસાયટીમાં એક મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.મકાન માલિક શેખ અજરુદ્દીન નશરુદ્દીન અને તેમનો પરિવાર પોતાના કામ અર્થે ઘરને તાળું મારી બહારગામ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવી અંધારાનો ફાયદો ઉઠાવતાં ચોરોએ બંધ મકાનને પોતાનું નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ સૌપ્રથમ મકાનની બહારની ગ્રીલનો નકુચો તોડ્યો હતો અને ત્યારબાદ મુખ્ય દરવાજાનું તાળું-નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ ચોરોએ પદ્ધતિસર આખા ઘરમાં સામાન ફેંદી નાખ્યો હતો અને તિજોરી તોડી તેમાં રાખેલી તમામ કિંમતી ચીજવસ્તુઓ પર હાથ સાફ કરી દીધો હતો.મકાન માલિકના જણાવ્યા અનુસાર, તસ્કરો ઘરમાંથી ૨.૫૦ લાખની રોકડ રકમ, સાડા ત્રણ તોલાનો સોનાનો હાર તેમજ ચાર સોનાની વીંટીઓ સહિત લાખો રૂપિયાના દાગીના ચોરીને ફરાર થઈ ગયા છે. સવારે ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તુરંત બહાર ગામથી નિવાસ્થાને દોડી આવ્યા હતા.આ બનાવ અંગે વાગરા પોલીસને જાણ કરવામાં આવતા જ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ચોરીનો ગુનો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.હાલ પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવાની સાથે તસ્કરો કઈ દિશામાં ભાગ્યા છે તે દિશામાં તપાસ તેજ કરી છે.રહેણાંક વિસ્તારમાં બનેલી આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે.

 

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!