ભરૂચના રેલવે ગોદી વિસ્તારનો બનાવ : ગટર કાંસમાં ફસાયેલા આખલાને બહાર કાઢવા જતા માનવ કંકાલ મળ્યું

SHARE:

– માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચવા સાથે સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક 

– રેલવે પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચી : પોલીસે કંકાલને કબજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથધરી

– કંકાલની ઓળખ સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ

– પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા

ભરૂચ,

ભરૂચ શહેરના રેલ્વે ગોદી વિસ્તારમાં આવેલી ગટર કાસ માંથી માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સહિતની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કંકાલને બહાર કાઢી તપાસ હાથધરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ગટર કાસમાં એક આખલો ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમ્યાન ગટરની કાસ માંથી માનવ કંકાલ મળી આવ્યો હતો.કંકાલ મળી આવતાં સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા હતા.

જોકે રેલ્વે પોલીસ મથકની હદ લાગતી હોય ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ સ્થળ પર પહોંચી હતી.પોલીસે કંકાલને કબજામાં લઈ જરૂરી કાર્યવાહી હાથધરી તેને ઓળખ અને મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

મળેલો કંકાલ કોનો છે,તે ગટર કાસમાં કેટલા સમયથી પડ્યો હતો અને વ્યક્તિનું મૃત્યુ કયા સંજોગો માં થયું હતું તે સહિતના મુદ્દે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે.હાલ કંકાલની ઓળખ સહિતની વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પોલીસ તપાસ બાદ સમગ્ર ઘટનાનું રહસ્ય ઉકેલાય તેવી શક્યતા છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!