– આદિવાસીઓના આ ઉગ્ર આંદોલનનો વહેલી તકે સુખદ ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો શરૂ કર્યા
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
નર્મદા જિલ્લાના સાગબારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જંગલ જમીનના હક અને ખેડાણ મુદ્દે આદિવાસી સમુદાય દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.આદિવાસીઓના આ ઉગ્ર આંદોલનનો વહેલી તકે સુખદ ઉકેલ લાવવા માટે રાજ્ય સરકારે સક્રિય પ્રયાસો શરૂ કરી દીધા છે.આ જ શ્રેણીમાં આવતા શનિવારે રાજ્ય સરકારના બે થી ત્રણ કેબિનેટ મંત્રીઓની એક ઉચ્ચસ્તરીય ટીમ સાગબારાની મુલાકાતે જશે.સાગબારા જંગલ જમીન વિવાદ ગાંધી નગર સુધી પહોંચ્યો શનિવારે બે મંત્રીઓ સાગબારા આવશે સાંસદ મનસુખ વસાવાની સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે.ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણ અને સાગબારામાં ચાલી રહેલા ખેડૂતોના ધરણા સહિતના મુદ્દાઓ પર બેઠકમાં વિગતવાર ચર્ચા થઈ હતી. બેઠક બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.હવે બે મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળશે.
સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.સાંસદ મનસુખ વસાવાએ નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી ખેડૂતોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
ખાસ કરીને ઉમરપાડામાં ખેડૂતો સાથે થયેલા ઘર્ષણનો મુદ્દો તેમજ સાગબારામાં ખેડૂતો દ્વારા ચાલી રહેલા ધરણા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.લાંબા સમયથી પેન્ડિંગ દાવાઓનો પણ મુદ્દો બેઠકમાં ઉઠ્યો હતો.
બેઠક બાદ સરકારે નિર્ણય લીધો છે કે બે મંત્રીઓ સાગબારા જઈ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરશે. રક્ષાબંધન બાદ આ બંને મંત્રીઓ સાગબારા પહોંચશે અને ખેડૂતોની રજૂઆતો સાંભળશે.ખાસ વાત એ છે કે જમીનના દાવાઓ અંગે પુરાવાના આધારે નિર્ણય લેવામાં આવશે. સાગબારા સહિતના વિસ્તારોમાં પેન્ડિંગ રહેલા અંદાજે 80 હજાર દાવાઓ અંગે પણ મંત્રીઓ ખેડૂતો સાથે ચર્ચા કરશે.આ બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ અને વન-પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હાજર રહ્યા હતા. હવે બંને મંત્રીઓ સાગબારા જઈ સમગ્ર મામલે ખેડૂતો સાથે સીધી વાતચીત કરશે.
સરકારના આ નિર્ણયથી લાંબા સમયથી જમીનના દાવાઓને લઈને ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવાની દિશામાં મહત્વની શરૂઆત થઈ શકે છે.જોકે ખેડૂતોની મુખ્ય માંગણીઓ અને સરકાર સાથેની ચર્ચા બાદ શું નિષ્કર્ષ આવે છે તેના પર સૌની નજર રહેશે.સાગબારા પહોંચનારા બંને મંત્રીઓ ખેડૂતો સાથે સીધી ચર્ચા કરી તેમના દાવાઓ અને રજૂઆતો સાંભળશે. પુરાવાના આધારે જમીનના દાવાઓ અંગે નિર્ણય લેવાની સરકારની જાહેરાત બાદ હવે રક્ષાબંધન પછી યોજાનારી આ બેઠક પર ખેડૂતોની નજર છે.




