પાલધરમાં પિતાની હત્યા કરી રાજસ્થાન ભાગતા આરોપીને ભરૂચ રેલવે પોલીસે ઝડપી પાડ્યો

SHARE:

– પાલઘર પોલીસની બાતમીના આધારે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ માંથી 24 વર્ષીય આરોપી પુત્ર ઝડપાયો

ભરૂચ,

મહારાષ્ટ્રના પાલઘરમાં પિતાની હત્યા કરી ટ્રેન મારફતે રાજસ્થાન ભાગી રહેલા 24 વર્ષીય આરોપીને ભરૂચ રેલવે પોલીસે પકડ્યો હતો.પોલીસે તેને મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો હતો.આ સફળતા દિવાળીના તહેવારોને કારણે ચાલતા રેલવે ચેકિંગ દરમ્યાન મળી હતી.

ભરૂચ રેલવે પોલીસને પાલઘર પોલીસ સ્ટેશનથી ફોન પર માહિતી મળી. મુકેશ મોહનલાલ પરમાર (ઉં.વ. 24), રહે.પાલઘર ઈસ્ટ, પિતાની હત્યા કરી ટ્રેનથી રાજસ્થાન ભાગી રહ્યો હોવાની શંકા હતી.આ માહિતી પરથી પીઆઈ કે.એસ.દેસાઈના નેતૃત્વમાં અંકલેશ્વરથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ (નંબર 19217) માં ચેકિંગ કરાયું હતું.પીએસઆઈ એસ.કે. રાણા, એએસઆઈ અરવિંદ ડાહ્યાભાઈ અને લોકરક્ષક હિતેશકુમાર રાયમલભાઈએ તપાસ કરી. ટ્રેનના જનરલ કોચમાંથી આરોપી મળી આવ્યો હતો.ભરૂચ રેલવે સ્ટેશને ઉતારી પૂછપરછ કરતા તેણે પાલઘરમાં હત્યાનો ગુનો કર્યો હોવાનું કબૂલ કરતા તેની અટકાયત કરી આરોપી પુત્રને પાલઘર પોલીસને સોંપ્યો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!