ભરૂચના કતોપોર બજારમાં 52 લાખના ખર્ચે નવીનીકરણ કરાયેલા ફિશ માર્કેટનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ

SHARE:

ભરૂચ,

ભરૂચ શહેરના જૂના અને વ્યસ્ત ગણાતા કતોપોર બજાર વોર્ડ નં. 10 માં 52 લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ સાથે નવીનીકરણ કરાયેલા ફિશ માર્કેટનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારના નાણાપંચની ગ્રાન્ટ અને નગરપાલિકાની વ્યવસાય વેરાની ગ્રાન્ટના સંકલનથી આ લોકહિતનું કાર્ય સંપન્ન થયું છે.આ બજારના ઈતિહાસમાં પ્રથમ વખત આટલા મોટા પાયે આધુનિકીકરણ કરવામાં આવ્યું છે.માર્કેટમાં કાયમી ધોરણે સ્વચ્છતા અને સુવ્યવસ્થા જળવાઈ રહે તે માટે નગરપાલિકા દ્વારા કાયમી કર્મચારીની નિમણૂક પણ કરવામાં આવી છે.આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયું છે.આગામી સમયમાં દિવાળી બાદ ફેઝ-2 અંતર્ગત ફિશ માર્કેટને અડીને આવેલા શાકભાજી માર્કેટ તેમજ કટલરી બજારનું પણ સંપૂર્ણ આધુનિકીકરણ અને નવીનીકરણ હાથ ધરાશે. માર્કેટમાં વેન્ટિલેશન, પંખા કે અન્ય બાકી રહેતી આનુષંગિક સુવિધાઓની પૂર્તતા પણ બીજા તબક્કામાં આવરી લેવામાં આવશે.વધુમાં તેમણે આ વિસ્તાર વન-વે હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અમુક નિયંત્રણો જરૂરી છે. હાલ નગરપાલિકાની માલિકીના ફાટાતળાવ ખાતે મોટા વાહનો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. ભવિષ્યમાં ઉપલબ્ધ જગ્યા મુજબ સ્થાનિક વેપારીઓ અને ગ્રાહકોની સુવિધા માટે વધુ વ્યવસ્થાઓ ઊભી કરવા અંગે વિચારણા કરવામાં આવશે. આ નવીનીકરણથી સ્થાનિક વેપારીઓ તેમજ ખરીદી માટે આવતા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ,મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ,વિવિધ સમિતિના ચેરમેન,સ્થાનિક નગરસેવકો સહિત મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!