– ૫૦ થી વધુ આંગણવાડી બહેનોને ગમે ત્યારે અજાણ્યા નંબર પરથી ન્યૂડ કોલ કરી હેરાનગતિ કરવામાં આવતા પરિવારમાં કલેશ
– રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપપ્રમુખ રાગીણી પરમારની આગેવાનીમાં સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો દાખલ કરાયો
ભરૂચ,
ભરૂચ જીલ્લામાં આંગણવાડી વર્કસની ૩૫ થી વધુ બહેનો પર અજાણ્યા વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવતો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જેના કારણે આંગણવાડીની બહેનોમાં ભયના માહોલ સાથે પારિવારિક સમસ્યા ઊભી થતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દરેક જિલ્લાઓમાં આંગણવાડી બહેનો બાળકો માટે પોષણ, શિક્ષણ, આરોગ્ય માર્ગદર્શન અને સંચાલન કરે છે.ભરૂચ જિલ્લામાં કુલ ૧૫૦૦ બહેનો કાર્યરત છે.આ મહિલાઓ પૈકી ભરૂચ,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાની આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલ સીમ કાર્ડ પર એક જ વ્યક્તિ દ્વારા ન્યૂડ વિડીયો કોલ આવવાના કારણે પરેશાન થઈ ચૂકી છે.જેમાં એક જ નંબરના એક વ્યક્તિ દ્વારા આંગણવાડીની બહેનો ન્યૂડ કોલ કરવામાં આવતો હોય સમગ્ર જીલ્લામાં ચકચાર મચી છે.માનસિક વિકૃતતા ધરાવતા વ્યક્તિ દ્વારા સવારે,બપોરે અથવા તો રાત્રિના સમયે મહિલાઓને વિડીયો કોલ કરી પ્રાઈવેટ પાર્ટ બતાવી રહ્યો બહેનોમાં ભયનો માહોલ છવાયો છે.આ સાથે કેટલીક બહેનોના ઘરોમાં આવા ન્યૂડ કોલના કારણે ઝઘડાનું કારણ બન્યું છે.
ભોગ બનનાર આંગણવાડીની એક બહેને જણાવ્યું હતું કે મોબાઈલ પર રાત્રિના ગાળામાં વીડિયો કોલ આવ્યો હતો જેથી મને લાગ્યું કે કોઈ ઈમરજન્સી કોલ હશે એટલે તેમણે તેને ઉઠાવી લેતા ન્યૂડ વીડિયો જોતાં જ તેઓ ચોકી ઉઠ્યા હતા.આ સમયે મારા પતિ પણ જાગી તેમણે તે કોલ જોયો હતો.સવારે તેમના પતિ સાથે તેમને બોલાચાલી થઈ હતી તેમણે પતિને સમજાવ્યા હતા કે આ આઈસીડીએસના નંબર છે એટલે ફ્રોડ કોલ હશે.ત્યાર બાદ મને અમારા ગ્રુપ દ્વારા જાણ થઈ કે અન્ય બહેનો પર પણ આવા ન્યૂડ વિડીયો કોલ આવ્યા હતા જેથી અમારી માગ છે કે આવા વિકૃતતા ધરાવતા વ્યક્તિને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના ઉપપ્રમુખ રાગિણી પરમારને આ અંગેની જાણ તેમની બહેનો દ્વારા તેમને થઈ હતી જેથી તેઓએ તેમના આંગણવાડી ગ્રુપમાં મેસેજ કરીને 7717542901 પરથી કોઈ પણ વિડીયો કોલ આવે તો નહી ઉપાડવા માટે પણ અપીલ કરી હતી.સરકાર દ્વારા આપવામાં આવેલા આઈસીડીએસના ફોન ચાલતા નહી હોય મારી બહેનો તેમના ફોનમાં તેના સિમ નાખ્યાં છે પરતું આવી ઘટના કારણે તેઓ ડરી ગઈ છે કદાચ તેમના કોઈ સબંધીનો કૉલ આવે તો પણ ડર લાગે છે.આ બાબતની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનનાર આંગણવાડી બહેનો દ્વારા હાલ તો ભરૂચ સાયબર ક્રાઈમ માં ફરિયાદ નોંધાવી છે.ત્યારે પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈ આરોપીને વહેલી તકે ઝડપી પાડવામાં આવે જેથી અન્ય બહેનો પણ આ ન્યૂડ કોલનો ભોગ ન બને.




