​શ્રી પરશુરામ સંગઠન દ્વારા ગૌ ગોબર માંથી બનેલ શ્રીજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન

SHARE:

ભરૂચ,

​આ વર્ષે શ્રી પરશુરામ સંગઠન દ્વારા ભરૂચની સરદાર પટેલ સોસાયટી ખાતે ગણેશજીની ઈકોફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું હતું.પર્યાવરણને અનુકૂળ ગણેશ ચતુર્થી ઉજવવાની પહેલના ભાગરૂપે આ પ્રતિમા ગાયના છાણ ગૌ ગોબર માંથી બનાવવામાં આવી છે.​તાજેતરના વર્ષોમાં, માટીની પ્રતિમાઓ સાથે ગૌ ગોબરની પ્રતિમાઓનું ચલણ પણ વધ્યું છે.ભરૂચ શહેરમાં જ આ વર્ષે ૧૦૦થી વધુ સ્થળોએ આવી ઈકો ફ્રેન્ડલી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.​આ સ્થાપના કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો,પત્રકારો અને અન્ય મિત્ર મંડળોએ પૂજા, અર્ચના અને આરતી કરીને ગણેશજીના આશીર્વાદ લીધા હતા.​આ સમગ્ર કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુક્લ અને બ્રહ્મ અગ્રણી રાજુ દેસાઈ સહિતનાઓ સહયોગથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!