જંબુસરમાં મરધાને દાણા નાખવા મામલે ઠપકો આપનાર પોલટ્રી ફાર્મના માલિક ઉપર હુમલો

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર નગરના નીલકંઠ મહાદેવ વિસ્તારમાં આવેલ પોલટ્રી ફાર્મ ધરાવતા ચિરાગ કનુ પટેલે તેમના પોલટ્રી ફાર્મ ઉપર કામ કરતા ઉધમસિંહ સીતારામ ઠાકુરને મરઘાને દાણા કેમ નહીં નાખેલ તે બાબતે ઠપકો આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો. અને ચિરાગ કનુ પટેલ સાથે ગાળાગાળી કરતો હતો તે દરમિયાન તેની સાથે રહેલ જંબુસરમાં અન્ય પોલટ્રી ફાર્મમાં કામ કરતા કેદાર ઘનશ્યામ ઠાકુરે ઉધમસિંહ સીતારામ ઠાકુરનું ઉપરાણું લઈને નજીકમાં પડેલ લોખંડની તીક્ષણ ધારવાડી દાંતીથી ચિરાગ પટેલ ઉપર જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી માથાના ભાગે તથા છાતીના ભાગે અને જમણા હાથના ભાગે તથા મોઢાના ભાગે ઘા મારેલ તેમજ ડાબા હાથે ફેક્ચર કરી ગંભીર રીતે ઘાયલ કરેલા જેથી તેઓને સારવાર અર્થે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે વડોદરા રીફર કર્યા હતા બનાવ સંદર્ભે બંને વિરુદ્ધ ચિરાગ પટેલે પોલીસ ફરિયાદ આપતા જંબુસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ વી કે ભુતીયા ચલાવી રહ્યા છે અને બંને હુમલા ખોરોને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.

BNI News
Author: BNI News

Leave a Comment

error: Content is protected !!