રોડ પર ઉડતી અનહદ ધૂળના કારણે આમોદ તાલુકામાં અસ્થમા અને એલર્જી જેવી બીમારીઓના દર્દીઓમાં વધારો!!!

SHARE:

– આમોદ નેશનલ હાઈવે 64 ના રસ્તાઓ ઉપર ખાડાથી હેરાન લોકો હવે ધૂળની ડમરીથી હેરાન પરેશાન

ભરૂચ,

આમોદ – ભરૂચના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થતાં વાહન ચાલકો રોડ પર પડેલા ખાડાઓ અને વરસાદી પાણીના ભરાવાના કારણે ભારે હેરાન થઈ ગયા હતા.વરસાદમાં રોડ પર પાણી ભરાઈ રહેવાને કારણે વાહનો ખાડાઓમાં પટકાતા હતા. ખાડાઓ તો દૂર નથી થયા પરંતુ વરસાદી વિરામ લેતા હવે ધૂળની ડમરીઓથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.શહેરના કેટલાક રસ્તાઓની હાલત એટલી બદતર થઈ ગઈ છે કે એક ખાડો બચાવવા જાય તો વાહન બીજા ચાર ખાડામાં પડે તેમાંય જ્યાં રસ્તાઓ થોડા સારા છે.ત્યાં વાહનો થોડી સ્પીડ પકડે એટલે ધૂળની ડમરીઓ ઉડતી થઈ જાય છે.રોડ પરની ધૂળની ડમરીઓના કારણે એકંદરે ઝીરો વિઝીબિલીટી જેવું વાતાવરણ થઈ જાય છે જેના કારણે પાછળ આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રોડ પર ઉડતી ધૂળના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.રોડ પર ઉડતી ધૂળને કારણે ગામડાઓની પબ્લિક બજારોમાં આવતી જતી હોય તેઓને અસ્થમા સહિતની બીમારી થઈ જાય તેવી ભીતિ સિવાય રહી છે.બીજી તરફ ધૂળની રજકણ આંખોમાં જવાને કારણે લોકોને આંખોના ઈન્ફેક્શનથી લઈ આંખોની અન્ય બીમારી કે અન્ય નુકસાન થાય તેવો ભય સતાવી રહ્યો છે.તેવામાં ડોક્ટરોનું કહેવું છે કે આ પ્રકારની બીમારીઓના કેસ વધી રહ્યા છે ખાસ કરીને અસ્થમા અને એલર્જીના કેસમાં વધારો થયો છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!