– સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,આરસીએમની ઉપસ્થિતિમાં બેઠક મળતા માર્ગ,પીવાનું પાણી,ગટર લાઈન સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઈ
ભરૂચ,
ભરૂચ નર્મદા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને વિકાસના કામોમાં તેજી લાવવા માટે બન્ને જિલ્લાની નગર પાલિકાઓની સંકલન સમિતિની બેઠક આરસીએમની ઉપસ્થિતિમાં આયોજન ભવન ખાતે યોજાઈ હતી.
સુરત ઝોનના અધિકારી સંજયકુમાર વસાવા તથા કેતન વાણાનીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નર્મદા-ભરૂચ જિલ્લાના નગરપાલિકાના પ્રમુખો,ચીફ ઓફિસરો સહિતના વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ જોડાયા હતા.
ભરૂચના આયોજન ભવનમાં મળેલ બેઠક દરમ્યાન નગરપાલિકાની હાલની સ્થિતિ,નાગરિકોની સમસ્યાઓ તથા આવનારા સમયમાં મળનારી ગ્રાન્ટના સુચિત ઉપયોગ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.રોડ, રસ્તા, ગટરલાઈન અને શહેરી સુવિધાઓ જેવા મૂળભૂત વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી વિકાસના કામો વહેલી તકે હાથ ધરવા સંકલન સમિતિએ સૂચનાઓ આપી હતી.




