ભરૂચની SMCP સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ અને કોઓર્ડિનેટરને ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સેલન્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા

SHARE:

ભરૂચ,

SMCP સંસ્કાર વિદ્યાભવનની પ્રિન્સિપાલ શૈલજાસિંહને મહર્ષિ યુનિવર્સિટી ઑફ ઈન્ફોર્મેશન ટેકનોલોજીમાં પ્રતિષ્ઠિત ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ એવોર્ડ તેમને શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમના અદભુત યોગદાન માટે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી તીરથસિંહ રાવત દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો.

ગૌરવમાં વધુ ઉમેરો કરતાં.શાળાની કોઓર્ડિનેટર સિંધુ સુનિલને પણ PAAI ના સ્થાપક હર્ષવર્ધન સિંહ દ્વારા આ પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં સમગ્ર ભારતના 21 રાજ્યો માંથી કાશ્મીરથી કેરળ અને પંજાબથી બિહાર સુધીના 150 પ્રતિષ્ઠિત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વિશિષ્ટ સમારંભમાં માનનીય મહાનુભાવો જેમ કે આર.પી.સિંહ (જૉઈન્ટ સેક્રેટરી, સ્કિલ એજ્યુકેશન, CBSE), ડૉ. સુબ્રમણિયમ શર્મા (ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પૌત્ર),નરેન્દ્રકુમાર (CBSE રિસોર્સ પર્સન અને માસ્ટર ટ્રેનર), પ્રોફેસર ડૉ.પી.કે.રાજપૂત વગેરેની ઉપસ્થિતિ રહી હતી.

આ ડબલ સન્માન સંસ્કાર ભારતી ટ્રસ્ટ અને SMCP સંસ્કાર વિદ્યાભવન માટે અતિ ગૌરવની ક્ષણ છે, જે શાળાની શૈક્ષણિક ઉત્તમતા અને સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

BNI News
Author: BNI News

Leave a Comment

सबसे ज्यादा पड़ गई
error: Content is protected !!