ભરૂચ,
અંકલેશ્વર GIDC પોલીસે બાતમીના આધારે કોસમડી ગામની સ્ટાર રેસીડેન્સીમાં આવેલી શ્રી રામ ટેમ્પો સર્વિસ નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં દરોડો પાડી રોકડા રૂપિયા સહિત ૫૩ હજારના મુદ્દામાલ સાથે ૫ લોકોની અટકાયત કરી હતી.
પોલીસ ઈન્સ્પેકટર આર.એચ.વાળાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI આર.એ.અરવાર અને પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.પોલીસે આ દરોડામાં પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી રૂ.૫૩,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પરથી જયવંત ભારકર પાટીલ રહે.કોસમડી,યોગેશ ભીમરાવ ઠાકરે રહે.જલગાવ,શાહરૂખ દીલીપ પઠાણ રહે.જલગાવ,રમજાન કરીમ પીજારી રહે. ચાલીસગાવ અને શાલીક હદાસ પાટીલ રહે. જલગાવનો સમાવેશ થાય છે.પોલીસે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હાથ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.




